અહિંસા પરમો ધર્મઃ અહિંસા મોટામાં મોટો ધર્મ છે. - મહાભારત અને મહાવીર
Wednesday, March 10, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
રેંકડી-કેબીનોને જગ્યા ફાળવવા સહિતનાં ૫૦ એજન્ડા રજૂ થશે ~~~ બે સ્થળે પોલીસના જુગાર અંગે દરોડા ~~~ ચાર મહાનગર હતાં આતંકી નિશાને...! ~~~ મહિલાઓએ માંગ્યો નમાઝ વાંચવાનો અધિકાર ~~~ તાલિબાનનો બીજા આતંકીઓ પર હુમલો ~~~ રવિ શંકરે હુસૈનની નિંદા કરી ~~~ મ્યુ. ટેક્સમાં વ્યાજ માફીની યોજનાનો આજથી પ્રારંભ ~~~ નિંદ્રાધિન પત્ની-પુત્ર પર હથોડી છરી ઝીંકી હત્યાનો ક્રૂર પ્રયાસ ~~~ સચીનને શહેરના ક્રિકેટ પ્રેમીઓની સહીવાળા ૨૦૦ બેટ ભેટ અપાયાં ~~~ IPLમાં બેટિંગ માટે ‘સટ્ટા સેટિંગ’ શરૃ ~~~ અતિથિ તુમ કબ જાઓગે ?:પતિ, પત્ની અને અતિથિ ~~~ લતા મંગેશકરને હનુમંત એવોર્ડ ~~~ કામ પ્રત્યે ગંભીર થયા સલમાન ~~~ મિડલસેક્સની નજર હવે યુવરાજ પર ~~~ દડા સાથે ચેડા તો બધી ટીમ કરે છે : ઈમરાન ~~~ મિયાંદાદે પીસીબી છોડવાની ધમકી આપી ~~~
   

Page 1 of 177

 
Added On: Mar 09, 2010
કામ પ્રત્યે ગંભીર થયા સલમાન
 
સલમાન ખાનનુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને તેના દ્વારા લખવામાં આવેલ વાર્તા પર આધારિત ફિલ્મ 'વીર'ને એવી સફળતા ન મળી, જેવી સલમાને વિચારી હતી. તેમની સ્ટાર વેલ્યૂ પર પણ ફરક પડ્યો. એવુ કહેવાઈ રહ્યુ છે કે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોનારા હવે સલ્લૂને ઓછો પસંદ કરે છે. તેથી સલમાન પોતાની આવનારી ફિલ્મ પ્રત્યે ગંભીર થઈ ગયા છે. એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મ 'દબંગ'ના એક ગીતનુ ફિલ્માંકન તેમને ન ગમ્યુ તો તેમણે આ ફિલ્મને ફરી શૂટ કરવાનુ કહ્યુ છે. પહેલા આ ગીતને ભારતમાં જ ફિલ્માવ્યુ હતુ અને હવે સલમાનના કહેવાથી તેને વિદેશમાં ફિલ્માવવામાં આવશે. ફિલ્મ સાથે સંકળાયેલા દરેક પહેલુ પર તેમની નજર છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે તેઓ 'વીર'ના નિર્માતા વિજય ગલાનીની સાથે એક વધુ ફિલ્મ કરવા માંગે છે. આ વખતે સલમાને સફળ ફિલ્મ આપવાનુ મનમાં નક્કી કરી લીધુ છે.



Added On: Mar 09, 2010
લતા મંગેશકરને હનુમંત એવોર્ડ
 
સ્વર સંગીતની આજીવન સાધના માટે પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને 'હનુમંત એવોર્ડ' થી સમ્માનિત કરવામાં આવશે. ભારત રત્ન સમ્માનિત ગાયિકા સિવાય સુશ્રી યામિની કૃષ્ણમૂર્તિ (ભરતનાટ્યમ), પં. સપન ચૌધરી (તબલા વાદન) અને સિતાર વાદનમાં યોગદાન માટે ઉ. અબ્દુલ્લ હલીમ જાફરખાં ની પણ આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.



Added On: Mar 09, 2010
અતિથિ તુમ કબ જાઓગે ?:પતિ, પત્ની અને અતિથિ
 
દિવસો સુધી પથારી પાથરીને બેસતા હતા અને ખરાબ પણ નહોતા લાગતા. આ વાતને ધ્યાનમાં રાખીને નિર્દેશક અશ્વિની ધીરે 'અતિથિ તુમ કબ જાઓગે' બનાવી છે. આમ તો તેમની સ્ટોરી ટીવી માટે વધુ ફિટ છે, પરંતુ અશ્વિનીએ ફિલ્મ બનાવી નાખી છે. પરંતુ ફિલ્મ ખરાબ નથી અને સમય પસાર કરવા જોઈ શકાય છે. મુંબઈમાં રહેનારા પુનીત(અજય દેવગન) અને મુનમુન(કોંકણા સેન શર્મા)ની પોત-પોતાની વ્યસ્ત લાઈફ છે. પુનીત ફિલ્મોની સ્ક્રિપ્ટ લખે છે અને મુનમુન એક ઓફિસમાં કામ કરે છે. બંનેનો એક પુત્ર છે, જે મોટાભાગે એવા પ્રશ્નો કરે છે કે આપણી ઘરે મહેમાન કેમ નથી આવતા ? છેવટે એક દિવસ પુનીતના દૂરના સંબંધી લમ્બોદર (પરેશ રાવળ)એમના ઘરે આવી ટપકે છે. તેમને બધા ચાચાજી કહે છે. ચાચાજીનો અંદાજ અનોખો છે. ઘરની બાઈ પાસે એ રીતે કામ લે છે કે તે નોકરી છોડીને જતી રહે છે. મુનમુન આને કારણે ખૂબ નિરાશ થઈ જાય છે. તેમનુ કહેવુ છે કે પતિ જો છોડીને જતો રહે તો તરત બીજો મળી જાય છે પણ બાઈ નથી મળતી. ચાચાજીને માટે જમવાનુ બનાવવાનુ હોય તો સ્નાન કરીને જ કિચનમાં જવુ પડે છે. આવા અનેક તેમના નિયમ કાયદા છે.



Added On: Mar 08, 2010
જૂહીને ક્રિકેટની યાદ આવી
 
લાગે છે કે જૂહી ચાવલા હવે સંપૂર્ણ રીતે પોતાનુ ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રીત કરવામાં લાગી છે. ક્યારેક પોતાના સુંદર અભિનયથી ફિલ્મી દુનિયામાં નામ કમાવનારી આ અભિનેત્રી લગ્ન પછી ફિલ્મોથી દૂર જતી રહી છે અને હવે પોતાની આઈપીએલ ક્રિકેટ ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સને માટે સખત મહેનત કરવામાં લાગી ગઈ છે. થોડા દિવસો પહેલા એક કાર્યક્રમ દરમિયાન જૂહીએ કહ્યુ કે આ વખતે તેમની ટીમ જરૂર મોટી જીત મેળવશે. આ સુંદર અભિનેત્રીએ એ પણ કહ્યુ કે કલકત્તા નાઈટ રાઈડર્સની દરેક મેચ વખતે તે સ્ટેડિયમમાં હાજર રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ટીમમાં તે શાહરૂખ ખાનની પાર્ટનર છે. ટીમની જીતનો વિશ્વાસ અપાવતા જૂહીએ ભાગ્યને પોતાના પક્ષમાં કરવાના ઉપાયો પર પણ ચર્ચા કરી. જૂહીએ કહ્યુ કે ભાગ્યને પોતાના પક્ષમાં કરવા માટે આ વખતે ટીમના ખેલાડીઓ દ્વારા પહેરવામાં આવનારી ટી શર્ટનો રંગ બદલી નાખ્યો છે. આ વખતે અમારા ખેલાડીઓ કાળી ટી શર્ટની જગ્યાએ જાંબુડિયા રંગની ટી શર્ટ પહેરશે.



Added On: Mar 08, 2010
કાજોલે બાજી મારી
 
પોતાના દમદાર અભિનય માટે અગણિત દર્શકોના દિલમાં જગ્યા બનાવી ચૂકેલી અભિનેત્રી કાજોલને તેમના ચાહકો બોલીવુડની સુઘડ અને સફળ વહુ પણ માને છે. એક વિવાહિત વેબસાઈટ દ્વારા કરાવેલ સર્વેમાં સ્ત્રીઓની એક મોટી સંખ્યાએ તેમને સફળ અને સમર્પિત વહુ માની છે. વિશ્વ મહિલા દિવસના અવસર પર થનારા કાર્યક્રમ માટે સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં 2,50,000 સ્ત્રીઓએ ભાગ લીધો હતો. જેમા 43.08 ટકા સ્ત્રેઓએ માયાનગરીની સારી વહુના રૂપમા કાજોલને વોટ આપ્યો. આ સર્વે માટે કાજોલની સાથે એશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખની પત્ની ગૌરી ખાન, પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત, મલાઈકા અરોરા ખાન, અક્ષય કુમારની જીવનસંગિની ટ્વિંકલ ખન્ના, આમિર ખાનની પત્ની કિરણ રાવનુ નામ પણ મુકવામાં આવ્યુ હતુ.



Page 1 of 177