જયાં ધનના ઢગલા થયા કરે છે ને માણસો સડે છે એ દેશનું આવી બન્યું સમજવું. - કવિ ગોલ્ડસ્મિથ
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 11 of 235

 
સિંદબાદ અને તેની દરિયાઈ સફર
 

                  બગદાદ શહેરમાં એક મજુર રહેતો હતો.તેનું નામ હિંદબાદ હમાલ હતું. તે ખૂબ ગરીબ હતો. તે સાવરથી સાંજ સુધી મજુરી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચાલાવતો.ઉનાળાની એક બપોરે હિંદબાદ એના માથે પોટલું લઈને બજારમાં જઈ રહ્યો હતો. સખત ગરમીને લીધે તે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેન થાક પણ લાગ્યો હતો.

એવામાં હિંદબાદે એક આલિશાન મકાન જોયું.એ મકાનની આસપાસ પાણી છાંટેલું હતું. તેથી ત્યાં ઠંડક લાગતી હતી. મકાનની આગળ અનેક ઘટાદાર વૃક્ષો હતાં. એ વૃક્ષો નીચે બેસવા માટે ઓટલા બનાવેલા હતાં. હિંદબાદ ત્યાં ગયો. તે માથા પરથી પોટલું ઉતારી એક ઓટલા પર થાક ખાવા બેઠો.
 
હિંદબાદ ઓટલા પર બેઠો બેઠો એ મકાનનું નિરિક્ષણ કરવા લાગ્યો. તેણે બગદાદમાં આટલું સુંદર અને આલીશાન મકાન આ પહેલા કદી જોયું ન હતું.આજે આ મકાનમાં એક મહેફિલ જામી હતી. ચારે તરફ વાતાવરણમાં અત્તર અને સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધ તેમજ સંગીતના મધુર સુરો પ્રસરી રહ્યાં હતા. વચ્ચે વચ્ચે હાસ્યના અવાજો પણ સંભળાતા હતાં.
 
હિંદબાદને આ આલીસાન મકાનના માલિકનું નામ જાણવાની ઈચ્છા થઈ. તેણે દરમ્યાન પાસે જઈ તેને પૂછયું, " ભાઈ, આ મકાન કોનું છે. ? "હિંદબાદનો પ્રશ્ન સાંભળીને દરવાને ખૂબ આશ્ચર્ય થયું.તે બોલ્યો, " અરે ભાઈ, તું શું બગદાદ માં નથી રહેતો ? બગદાદના નાના છોકરાનેય ખબર હોય કે આ મકાન કોનું છે ? બગદાદમાં રહેનાર માણસને મકાનના માલિકના નામની ખબર ન હોય તો એ મોટું આશ્ચર્ય કહેવાય ! આ મકાનમાં સિંદબાદ શેઠ રહે છે."
 
" અરે, સિંદબાદ ! ખરેખર ? સિંદબાદને કોણ નહિ જાણતું હોય ? ભાઈ, મેં આ નામ સાંભળ્યું છે, પણ મેં તેમનું આ મકાન આજે જ જોયું. સિંદબાદ અહીં આ આલીશાન મકાનમાં રહે છે તેતો આજે જ જાણ્યું. " હિંદબાદે ક્હ્યું.પછી હિંદબાદ તેના પોટલા પાસે ગયો અને વિચારમાં પડી ગયો તે આકાશ તરફ જોઈને મોટે થી બોલ્યો, હેં, ખુદા તારો આ કેવો ન્યાય સિંદબાદ શેઠ પાસે કેટલી બધી દોલત છે જયારે હું સવારથી સાંજ સુધી મજુરી કરૂં છું, છતાં મારે મારા પેટનો ખાડો પૂરવા માટે પણ ફાંફાં મારવા પડે છે. ! ઓ ખૂદા, તારા ન્યાયમાં કંઈ ભુલ થઈ લાગે છે.
 
આમ કહી હિંદબાદ રડવા લાગ્યો.મહેફિલમાં બેઠેલો સિંદબાદ મહેમાનો સાથે વાચતીચમાં વ્યસ્ત હતો. એકાએક તેને કોઈના બોલવાનો અને રડવાનો અવાજ સાંભળ્યો. તેણે પોતાના દરવાનને બોલાવીને કહ્યું, " બહાર કોઈ માણસ રડી રહ્યો છે. એને મારી પાસે લઈ આવ."
 
દરવાને હિંદબાદ પાસે આવીને કહ્યું, " ચાલો ભાઈ, તમને સિંદબાદ શેઠ બોલાવે છે."આ સાંભળી હિંદબાદ ગભરાઈ ગયો. તે ડરતો ડરતો દરવાન સાથે સિંદબાદ પાસે ગયો.સિંદબાદના દીવાનખંડની ભવ્યતા જોઈ હિંદબાદ અંજાઈ ગયો. દીવાનખંડનું નકશીકામવાળું ફર્નિચર, રેશમી ગાલીચા, ઝુમ્મરો વગેરે બધું ખૂબ જ આકર્ષક હતું.
 
દીવાનખંડની બાજુમાં ભોજનાલય હતું. એક મોટા સુફરા ઉપર રેશમી ચાદર બિછાવેલી હતી. તેની ઉપર ચાંદીની થાળીઓમાં ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈઓ પીરસેલી હતીં. તે સુફરાની આસપાસ મહેમાનો ભોજન કરવા માટે બેઠા હતાં.સિંદબાદની નજીક જવાની હિંમત હિંદબાદની ન ચાલી. તે અટકતો અટકતો ત્યાં જ ઉભો રહી ગયો. સિંદબાદે હિંદબાદ ને કહ્યું, " આવો ભાઈ, સિંદબાદ તમને ભોજન માટે આમંત્રણ આપે છે. તમે મારી પાસે બેસીને તમને ભાવતું ભોજન કરો."
 
            આ સાંભળીને હિંદબાદને આશ્ચર્ય થયું તેણે વિચાર્યું કે " તે એક સામાન્ય માણસ છે, મજુર હતો, તેનાં કપડાં પણ ફાટેલા હતાં અને ગંદા હતાં. છતાં સિંદબાદ શેઠ તેને આટલું બધું માન આપી રહ્યા છે કે પછી તેની મજાક મશ્કરી કરી રહ્યાં છે. હિંદબાદને શરમ અને સંકોચની લાગણી થતી હતી. એટલે સિંદબાદ ઉભો થયો. તેણે હિંદબાદનો હાથ પકડીને તેને પોતાની પાસે જમવા બેસાડયો."
 
            હિંદબાદે સિંદબાદ અને મહેમાનો સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો.મહેમાનોને વિદાય કરીને સિંદબાદ હિંદબાદને પોતાના ઓરડામાં લઈ ગયો. પછી સિંદબાદે હિંદબાદને પૂછયું, " ભાઈ, તમે આકાશ તરફ શું બોલતા હતાં ? તમે મને જણાવો.
 
હિંદબાદે બે હાથ જોડીને કહ્યું, " શેઠજી મે એ બધું બોલીને મોટી ભુલ કરી છે.હું તમારી માફી માંગુ છું."સિંદબાદે ક્હયું, " ભાઈ, તમે જરાય ડર ન રાખો. મેં અહી ઠપકો આપવા માટે કે માફી માંગવા માટે તમને બોલાવ્યા નથી. મારી પાસે અઠળક ધનદોલત કયાંથી આવ્યું તેનું રહસ્ય જણાવવા મે તમને અહી બોવાલ્યા છે. ખુદાએ મને આ ધનદોલત વગર મહેનતે આપી નથી. તેણે મેળવવા માટે મારે તનતોડ મહેનત કરવી પડી છે. મારે મારો જીવ પણ જોખમમાં મૂકવો પડયો છે. "સિંદબાદે હિંદબાદને મુખવાસ આપતાં કહ્યું, " ભાઈ, આ ધનદોલત મેળવવા માટે મેં સાત-સાત વાર સાગરની સફર કરી છે. મે એવા એવાં સાહસો કર્યા છે કે સાંભળનારાઓના રૂંવાટાં ઉભા થઈ જાય. મેં અનેક સંકટો વેઠયાં છે. મારા પર અનેક વાર ઓચિંતી આફતો આવી પણ હું તેનો સામનો કરી વધારે ને વધારે સાહસીક બનતો ગયો. જો તમને સમય હોય તો હું તમને મારી એક દરિયાઈ સફરની સાહસકથા કહી સંભળાવું. હું ધારૂં છું કે તમને એ સાંભળવામાં રસ પડશે."
 
સિંદબાદની વાત સાંબળીને હિંદબાદ ઘણો ખુશ થયો. તે બોલ્યો," તમારી સાહસીક ઘટનાઓ સાંભળવી કોને ન ગમે. ? સંભળાવો શેઠજી, હું તો તેને મારૂં સૌભાગ્ય ગણીશ."હિંદબાદે સિંદબાદની સાહસકથા સાંભળવામાં રસ દાખવ્યો.એટલે સિંદબાદે એની બીજી દરિયાઈ સફર ની વાત કહેવાનું શરૂ કર્યું. એની સામે એની સાહસીક યાત્રાના એક પછી એક દ્શ્યો ખડાં થતાં ગયાં. તેણે કહ્યું,
 
" મારી પહેલી દરિયાઈ સફરમાં મને અઠળક ઘન મળ્યું હતું. આ ધન મારી જીંદગીભર ખૂટે તેવું ન હતું. હું એશ આરામથી રહેતો હતો. મારે હવે કમાણી કરવા માટે કંઈ કામ કરવાની જરૂર ન હતી. પરંતુ મારો સ્વભાવસાહસીક હોવાથી થોડા દિવસો પછી મને કામધંધા વિના કંટાળો આવવા લાગ્યો.તેથી મે સાગરની બીજી સફર કરવાનો નિર્ણય કર્યો."
            મારા કેટલાક પરિચિત સોદાગરો તેમનાં વહાણોમાં માલ ભરીને પરદેશ જવાના હતાં. હુંપણ મારા એક વહાણમાં માલ ભરીને તેમની સાથે સાગરની સફરે જવા નિકળ્યો.માર્ગમા આવતાં બંદરો પર માલ વેચતા વેચતા અમે એક નિર્જન ટાપુ પાસે આવી પહોચ્યાં. અમે એ ટાપુને કિનારે અમારા વહાણો નાંગર્યાં. પછી અમે ટાપુ ઉપર ફરવા નિકળ્યાં.
 
            એ ટાપુ હતો પણ ત્યાં ફળનાં અનેક ઘટાદાર વૃક્ષો હતાં. અમે એ વૃક્ષો પરથી થોડાં ફળો તોડીને ખાધાં અને પછી વૃક્ષોની છાયામાં આરામ કરવા લાગ્યાં.મને થોડો ઘણો થાક લાગ્યો હતો એટલે હું આડો પડયો અને થોડી જ વારમાં ઘસઘસાટ ઉંઘી ગયો.
 
            હું કેટલો સમય ઉંઘ્યો હોઈશ એની મને ખબર નથી. પણ હું જયારે જાગ્યો ત્યારે મને આશ્રર્ય થયું. મારા સાથીદારો એ ટાપુ પર નહોતા. હું ખૂબ ગભરાઈ ગયો. હું ઉતાવળા પગલે દરિયાકિનારે ગયો. ત્યાં મને મારૂં વહાણ પણ જોવા ન મળ્યું. મારી નિરાશાનો કોઈ પાર ન રહ્યો. મારા સાથીદારો આ ટાપુ પર મને એકલો મુકીને જતાં રહ્યાં હતાં. ! મેં દુર દુર નજર ફેરવી પણ મને કોઈ જ જોવા ન મળ્યું.
 
             મારી પહેલી સફરના લીધે મારામાં ખૂબ જ હિંમત આવી હતી. તેથી હું મારી નિરાશાને ખંખેરી નાખીને આ આફતમાં બહાર નીકળવાનો માર્ગ શોધવા લાગ્યો.હું સમુદ્ર કિનારેથી ટાપુ તરફ પાછો ફર્યો.
 
            એક વૃક્ષ પર ચડીને મેં ચારે દિશામાં જોયું. એક દિશામાં થોડેક દુર મને એક સફેદ ઘુમ્મટ જેવું કંઈક દેખાયું. વૃક્ષ પરથી નીચે ઉતરીને હું ત્યા પહોંચીં ગયો. ત્યાં જઈને મેં જોયું તો એ ઘુમ્મટની સપાટી સફેદ સુંવાળી હતીં. મને એ મકાન કંઈક વિચિત્ર લાગ્યું. હું એનો દરવાજો શોધવા તેની ચારે તરફ ત્રણ થી ચાર વાર ફર્યો પણ મને કયાંય દરવાજો દેખાયો નહી. એ ઘુમ્મટનો અડધો ભાગ રેતીમાં દટાયેલો હતો. મેં ઘુમ્મટ ઉપર ચડવા પ્રયત્ન્ કર્યો, પણ તેની સપાટી લીસી હોવાથી હું તેના ઉપર ચડી શકયો નહી.
 
હું માથું ખંજવાળતો ઉભો રહી ગયો અને મુંઝાવા લાગ્યો.હવે શું કરવો તેનો વિચાર કરતો હું ઉભો હતો. એવામાં એકાએક અંધારૂ થઈ ગયું. મેં આકાશ તરફ જોયું. આકાશમાં વાદળનું નામ નિશાન ન હતું. પછી અચાનક એક ભયંકર અવાજ થયો. હું ધ્રુજી ઉઠયો મેં જોયું કે એક મોટું રાક્ષસી પક્ષી પાંખો ફફડાવતું ધુમ્મટ તરફ આવી રહ્યું હતું. મે આ પહેલા આવું પક્ષી કયારેય જોયું ન હતું. તેની પાંખો એક વાંસ જેટલી લાંબી અને વિશાળ હતી.તેની પાંખોનાં ફફડાટથી ભયંકર અવાજ આવતો હતો. તેના નહોર ઘણા મોટા હતા. તે ઘુમ્મટ પાસે આવ્યું અને પાંખો ફેલાવી તેની ઉપર બેસી ગયું.
 
હવે મને સમજાઈ ગયું કે તે રોક પક્ષી હતું અને પેલો સફેદ ઘુમ્મટ તેનું ઈંડુ હતું.મોકો મળતાં જ હું એની પાંખ નીચે લપાઈ ગયો. હું આખી રાત આ ટાપુ પરથી નિકળી જવાના વિચારો કરતો હતો. મને થયું કે આ પક્ષી સવારે અહીથીં ઉડીને બીજા ટાપુ ઉપર જશે. જો હું તેની સાથે જ ઉડી શકું તો આ ટાપુથી બહાર નિકળી શકાય અને મને કંઈક રાહત મળે.
 
આમ વિચારીને મેં મારી પાઘડી ખોલીને મારી જાતને પક્ષીના પગમાં પંજા સાથે બરાબર બાંધી દીધી.સવાર થઈ એટલે રોક પક્ષી એની પાંખો ફફડાવતું ભયંકર અવાજ કરતું ઉડયું. તેની સાથે હું પણ આકાશમાં ઉડવા લાગ્યો. મને થયું કે હવે હું જરૂર બીજા કોઈક ટાપુ પર પહોંચી જઈશ. પણ મારી ગણતરી સાવ ખોટી પડી.
 
રોક પક્ષી ઉડતું ઉડતું એક ખીણમાં ઉતર્યું. આ ખીણ હીરાની ખૂબજ મોટી ખીણ હતી. આ ખીણ અસંખ્ય અજગર અને સાપથી ભરેલી હતી. રોક પક્ષી સાપો અને અજગરોને મારી ખાવા માટે જ આ ખીણમાં ઉતર્યું હતું.રોક પક્ષીની સાથે ખીણમાં ઉતરતાં જ ત્યાં એક ભયંકર અજગરને જોઈને હું ડરી ગયો. મેં ઝડપથી મારી પાઘડી છોડી દીધી હું રોક પક્ષીના પંજામાંથી છુટીને એક ઝાડ ઉપર બેસી ગયો. અજગરને જોતાં જ રોક પક્ષીએ તેના ઉપર તરાપ મારી. તે અજગરને પોતાની ચાંચમાં લઈને આકાશમાં ઉડી ગયું.  
 
ઝાડ પર બેઠો બેઠો હું વિચાર કરતો હતો કે હવે મારે શું કરવું ? ખીણમાં મારાથી રહી શકાય તેમ ન હતું. કારણ કે ત્યાં ઘણા અજગરો અને સાપ ફરતા હતાં. ચારે બાજું ઉંચા પહાડો હોવાથી હું ખીણની બહાર નીકળી શકું એમ નહોતું.એ જ વખતે મારી નજર એક ગુફા ઉપર પડી. તે મને સલામત સ્થળ લાગ્યું. એટલે હું ઝાડ ઉપર થી નીચે ઉતરીને તે ગુફામાં ઘૂસી ગયો. ગુફાની બહારની તરફ મેં એક મોટી શિલા મૂકી દીધી. હું ગુફામાં આખી રાત જાગતો બેસી રહ્યો. હું ભૂખ અને તરસથી પીડાઈ રહ્યો હતો. મને એવો વિચાર પણ આવ્યો કે મારે આ સફરે નીકળવાની શી જરૂર હતી. ? હાથે કરીને ઉપાધી વહોરી લીધી.
 
ખેર ! ગમે તેમ કરીને રાત પસાર કરી. સવાર થયું.સવારે હું ખુદાનું નામ લઈને ગુફાની બહાર આવ્યો. ત્યાં સુરજના પ્રકાશમાં ચમકતાં અસંખ્ય હીરા મારી નજરે પડયાં. મેં એમાંથી થોડા કિંમતી હીરા મારી પાઘડીમાં બાંધી દીધા.
 
મેં જોયું તો ત્યાં ચારે તરફ ઠેર ઠેર માંસના ટુકડા વેરાયેલા પડયાં હતાં. પહેલા મને તો કંઈ સમજાયું નહી. પરંતુ પછી મને ભુતકાળમાં કેટલાક વેપારીઓએ કહેલી વાતો યાદ આવી. એ વેપારીઓ આ ખીણમાં માંસના ટુકડા નાખે એટલે એની સાથે હીરા ચોંટી જાય. માંસના ટુકડા જોઈને રોક અને ગરૂડ જેવા પક્ષીઓ આ ખીણમાં ઉતરે છે અને એમના પંજામાં માંસના ટુકડા ઉપાડીને ઉપર આવી જાય છે પછી વેપારીઓ પથ્થર મારી મારીને પક્ષીઓને ભગાડી મુકે છે તો માંસના ટુડકામાં ચોંટેલા હીરા કાંઢી લે છે.
 
મને ખીણમાંથી બહાર નિકળવાનો ઉપાય મળી ગયો.મેં માસના મોટા મોટા ટુકડા મારી પીઠ પર બાંધી દીધા. પછી હીરાની પોટલી બગલમાં દબાવીને હું એક મોટા પથ્થર બેસી ગયો.એક મોટા પથ્થર પર બેસીને હું રોક પક્ષીની આવવાની રાહ જોતો હતો.એવામાં ભયંકર અવાજ કરતું એક રોક પક્ષી ખીણમાં ઉતરી આવ્યું. મારી પીઠ પર માંસના ટુકડા બાંધેલા હોવાથી તે મને પંજામાં પકડીને ઉડવા લાગ્યું.તે ઉડીને ખીણની બહાર કિનારા પર બેઠું. તેને જોતા જ ત્યાં ઉભેલા વેપારીઓએ જાતજાતનાં અવાજો કરીને અને પથ્થરો મારીને રોક પક્ષીને ઉડાડી મુક્યું. રોક પક્ષી માંસના ટુકડા ત્યાં જ છોડીને ઉડી ગયું.
 
માંસના ટુકડાઓમાંથી હીરા મળવાની આશાએ વેપારીઓ મારી પાસે દોડી આવ્યાં.પણ માંસના ટુકડાઓ વચ્ચે મને પડેલો જોઈને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.વેપારીઓને જોઈને હું ખુશ ખુશ થઈ ગયો . વળી હું ખીણમાંથી હેમખેમ બહાર આવી ગયો હતો. તેથી મે ખુદાનો આભાર માન્યો. પછી હું વેપારીઓને ભેટી પડયો. મે તેમને મારી વિતકકથા કહી સંભળાવી. હું વેપારીઓને મારી પાસેના હીરામાંથી કેટલાક હીરા ભેટ આપવા માંગતો હતો પણ વેપારીઓએ હીરા લેવાની વિનયપૂર્વક ના પાડી દીધી.
 
હું એ વેપારીઓની સાથે એમના વહાણમાં બેસી ગયો. અમારી યાત્રા શરૂ થઈ. હવે હું આ આફતમાંથી છુટી ગયો હતો. બીજા દિવસે અમે એક ટાપુ પર પહોંચ્યા. ત્યાં કપૂરનાં વૃક્ષો હતાં. દરેક વૃક્ષ એટલું બધું ઘટાદાર હતું કે તેની છાયામાં સો-સો માણસો આરામથી ઉંધી શકે. આ વૃક્ષોના થડમાંથી રસ કાઢી એમાંથી કપૂર બનાવવામાં આવતું હતુ.
 
આ ટાપુ પર મેં કેટલાક હીરા વેંચ્યાં. તેમાંથી મને સારી એવી આવક થઈ એ રકમમાંથી મેં એક વહાણ ખરીદ્યું અને એ ટાપુ પરથી જાતજાતનો માલ ખરીદી એમાં ભરી દીધો. આ રીતે અમે રસ્તામાં આવતાં દરેક બંદર ઉપર વેપાર કરીને ઘણો નફો મેળવ્યો. થોડા દિવસો પછી અમે સૌ બગદાદ આવી પહોંચ્યા.
 
આ દરિયાઈ સફર દરમ્યાન ખુદાએ મારી આકરી પરીક્ષા કરી હતી. સાથે સાથે મને હિંમત આપીને આફતોમાંથી ઉગારી પણ લીધા હતો. તેથી ખુદામાં મારી શ્રધ્ધા વધુ દ્રઢ થઈ. મને ખાતરી થઈ ગઈ છે કે જે હિંમત રાખીને સાહસ કરે છે તેને ખુદા જરૂર મદદ કરે છે. એનું ભાગ્ય ખુલી જાય છે."
 
સિંદબાદે પોતાની સાથે દરિયાઈ સફરની વાર્તા રસપૂર્વક સાંભળવા બદલ હિંદબાદને સો સોનામહોરો ભેટ આપી. ત્યારબાદ હિંદબાદે સિંદબાદનો આબાર માની એની વિદાય લીધી.

 

Page 11 of 235

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ભવનાથ મહાદેવ
 તળાજાનાં જૈન મંદિરો
 ચાણોદ-કરનાળી
 શ્રી વેણીનાથ મહાદેવ
 કબીરવડ
Daily Recipies - રોજની વાનગીઓ
 તીખા સક્કરપારા
 કાજુની પૂરણપોળી (૩ થી ૪ વ્યકિત)
 તીખી સેવ
 લાડવો
 ચીઝ વેજીટેબલ સેન્ડવીચ
Stories - વાતૉઓ
 બીરબલનો ગુરુ
 બહાદુર ઊર્મિલા
 ભાથાની પોટલી
 પરી પ્યારીબાનુ
 દેડકાંઓની વિનંતી
Tavarikh - તવારીખ
 એપ્રિલ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 નવેમ્બર તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-85)
 અખાના છપ્પા (ભાગ-37)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Gazals - ગઝલો
 ભરત વિંઝુડા
 સૈયદ ‘રાઝ’
 કિશોર મોદી
 હરિકૃષ્ણ પાઠક
 અરે વાદળ, સદા તું ભૃત્ય શાને.....
Poems - કવિતા
 અમર થવાના નથી અભરખા.....
 ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે.....
 સૉનેટનું શિલ્પ છે, ગીતની છે ગુલછડી.....
  લખચોરાશી ફેરા.....
 હરિ!તારે હિંચકે હું ઝૂલતી રહું.....