જે પશ્ર્ચાત્તાપ કરે છે તે ધન્ય છે, તેને સાન્ત્વન મળશે. - ઇસુ ખ્રિસ્ત
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 204 of 235

 
હક્ક ફરજઃ-
 

          દેવીપુર નામના ગામમાં વિષ્ણુ નામનો ગરીબ છોકરો રહેતો હતો. તે સુંદર ચિત્રો બનાવતો હતો. પરંતુ તેની પાસે પૈસા નહોવાને લીધે કોઈ પણ શિક્ષક તેને ચિત્રકળા શીખવવા માટે રાજી નહોતા. કેમકે તેની પાસે ચિત્રો બનાવવા માટે જરૂરી એવા કાગળો, રંગો, કે પીંછી લાવવાના પૈસા નહોતા. વિષ્ણુ નાસીપાસ થાય તેવો ન હતો. તે તો નદીના પાણી પર પોતાની આંગળી ઓનો જાદુ ચલાવવા લાગ્યો. તે પાણીમાં સુંદર ચિત્રો બનાવતો, રોજના ચિત્રો આ પ્રમાણે દોરતા દોરતા તે થોડા સમયમાં જ એક ઉત્તમ ચિત્રકાર બની ગયો.

          નદીમાંથી એક દિવસ દેવી પ્રગટ થયાં. તે વિષ્ણુની મહેનત ઘણા દિવસોથી જોતા હતાં, તેમણે પ્રસન્ન થઈને વરદાન આપ્યું, કે બેટા, લે આ જાદુઈ પીંછી તું જે પણ ચિત્ર આ પીંછીથી બનાવીશ તે ચિત્ર જીવતું થઈ જશે. શરત એક જ છે કે ચિત્ર સંપૂર્ણ હોવું જોઈએ, જો તેમાં ક્યાંય પણ નાનકડીય ભૂલ હશે તો તે જીવતું નહિ થાય.બેટા, તૂ ખૂબ ડાહ્યો અને સંસ્કારી છોકરો છે. તારી કળા અને મારા વરદાનના ઉપયોગ લોકોના ભલા માટે કરજે.
 
          વિષ્ણુ તો દેવીની વાણી સાંભળીને ખૂશ થઈ ગયો ! અરે વાહ ! તેણે એક ગુલાબનું ફૂલ દોર્યું. તરત જ એ ચિત્રનું ગુલાબમાં પરિવર્તન થયું. તેમાંથી સાચે જ સુગંદ આવવા લાગી. અને ગુલાબની આસપાસ મધમાખીઓ બણ બણવા લાગી. પછી તેણે એક થાળીમાં લાડવો પડ્યો હોય તેવું ચિત્ર દોર્યું. જોતજોતામાં તો સાચૂકલી થાળી અને લાડવો હાજર થયા.વિષ્ણુએ ધરાઈને ખાધું વિષ્ણુએ ઘેટાં, ઘોડા અને ગરીબો માટે સુંદર ઘરના ચિત્રો દોર્યાં.
 
          બધા જ ચિત્રો જીવતા થઈ ગયા. ગરીબો વિષ્ણુનો આભાર માનવા લાગ્યા. તથા તેને ખૂબ માન આપવા લાગ્યા.વિષ્ણુએ ગરીબોના બેલીનું ઉપનામ મલી ગયું.વિષ્ણુની જાદુઈ પીંછી અને વરદાનની વાત ધીમે ધીમે રાજાના કાને પહોંચી.
 
          રાજા, વાજા ને વાંદરા ! ત્રણેય સરખા. રાજાએ તો વિષ્ણુને મહેલમાં હાજર થવાનું ફરમાન કર્યું. રાજા ખૂબ જ ધમંડી અને સ્વાર્થી હતો. તેણે વિચાર્યું, પૈસોય ખર્ચ કર્યા વિના મહેલ બાંધી લેવાની આ સુંદર તક છે. વિષ્ણું પાસે મહેલનું સુંદર ચિત્ર દોરાવીશ.
 
          રાજાના વારંવારના કહેવા છતાં વિષ્ણું તેમની સમક્ષ હાજર ન થયો. તેથી રાજાએ પોતાના સૈનિકોને વિષ્ણુને પકડીને પોતાની સમક્ષ લાવવાનો હુમક કર્યો. સૈનિકો ઉપડ્યા વિષ્ણુને લેવા માટે. તેને લઈ આવ્યા બાદ રાજા તરત જ બોલ્યો, સરસ મહેલ દોરી બતાવ. વિષ્ણુએ નમ્રતાથી રાજાને જવાબ આપ્યો કે હે, રાજન, મે દેવીને વરદાન આપ્યું છે કે હું સારા કામ માટે જ તમારા વરદાનનો ઉપયોગ કરીશ.મારાથી વચનનો ભંગ ન કરાય. હું આડા અવળા કામ કરવા માંગતો નથી.
 
          રાજા તો તરત જ તેની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયો. તેમણે વિષ્ણુને જેલમાં પૂરી દેવાનો હુકમ કર્યો. સાથે સાથે તેને ખોરાક પાણી કશું પણ આપવું નહિ તેવો આદેશ કરી દીધો. પરંતુ વિષ્ણુંની સાથે પેલી જાદુઈ પીંછી હોવાને લીધે તેણે ખાવા પીવાનું તમામ ચિત્રો દોરી દીધા. તેથી રાજાના હુકમની તેની ઉપર કોઈ અસર થઈ નહિ. રાજાએ આખી જેલ બાળવાનો હુકમ કરી દીધો.વિષ્ણુએ પીંછીની મદદથી વરસાદ પાડી દીધો.આગ બુઝાઈ ગઈ.રાજાએ વિષ્ણું ઉપર ઠંડું પાણી રેવાનું કહ્યું, વિષ્ણુંએ તરત જ છત્રિનું ચિત્ર દોર્યું. હવે રાજા બરોબરનો ગુસ્સે ભરાયો તેણે વિષ્ણુને જાનથી મારી નાખવાનો હુકમ કર્યો. સૈનિકો ઉપડ્યા જેલમાં. વિષ્ણુને મારવા માટે સૈનિકો જેવા જેલમાં પહોંચ્યા કે તરત જ તેણે સીડીનું ચિત્ર દોર્યું. તે સીડી પર ચડીને જેલમાંથી ભાગી છૂટ્યો. જેલની બહાર નીકળીને તેણે એક હૃષ્ટપુષ્ટ ઘોડાનું ચિત્ર દોર્યું. ઘોડો જેવો સજીવન થયો કે વિષ્ણું ત્યાથી ભાગી છૂટ્યો. રાજાના સૈનિકો તલવાર લઈને તેની પાછળ પડ્યા. વિષ્ણુએ તીર કામઠા દોર્યા અને તેનાથી તમામ સૈનિકોને માર્યા.
 
          ભાગીને તે પડોશી દેશમાં ગયો. ત્યાં તે પાટનગરમાં જ રહેતો હતો, પરંતુ ત્યારથી તેણે નક્કી કર્યું કે હવે પછીથી દરેક ચિત્રમાં નાનકડી ભૂલ તો રાખવી જ. તેથી ભૂલને કારણે ચિત્ર સજીવન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. એ જ પ્રમાણે તેણે ઘણા બધા ચિત્રો દોર્યા અને વેચ્યા. હવે તે કોઈને જણાવવા ન માંગતો હતો કે તેની પાસે જાદુઈ પીંછી અને દેવીનું વરદાન છે. ! એક વખતે તેણે સુંદર સારસ-બેલડીનું ચિત્ર દોર્યું. પરંતુ સમજી વિચારીને એક સારસની આંખમાં જાણી જોઈને રંગ નપૂર્યો. પરંતુ જ્યારે ચિત્ર પૂર્ણ થયું ત્યારે ભૂલથી કાળા રંગનું એક ટપકું પક્ષીની આંખની જગ્યાએ પડી ગયું. પક્ષી જીવતું થઈ ગયું. તે ઊડવા લાગ્યું. વિષ્ણુની જાદુઈ પીંછીની વાત વાયુવેગે બધે પ્રસરી ગઈ.
 
          જેવી રાજા પાસે આ વાત ગઈ કે તેમણે વિષ્ણુને દરબારમાં હાજર થવા ફરમાન કર્યું. જેવો વિષ્ણું દરબારમાં પહોંચ્યો કે તરત જ રાજાએ પેલી જાદુઈ પીંછી વિષ્ણું પાસેથી લઈને ખજાનાની પેટીમાં મૂકાવી દીધી. તથા વિષ્ણુને કેદમાં પૂરી દેવામાં આવ્યો.
 
          રાજા પીંછીનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવા લાગ્યો. પોતાના લોભી સ્વભાવને વશ થઈને સૌથી પહેલા તો તેણે સોનાની પાટનું ચિત્ર દોર્યું. પાટ સજીવન થઈ તે જોઈને તેનો લોભ વધ્યો હવે બીજી પાટો બનાવવા માટે મોટો કાગળ મંગાવ્યો અને સોનાની મોટી પાટનું ચિત્ર બનાવ્યું. જેવું ચિત્ર પડ્યું કે તરત જ રાજાના માથા પર સોનાની પાટો પડવા લાગી અને તે તેની નીચે દબાઈ ગયો. માંડ માંડ તેના સૈનિકોએ તેને પાટ નીચેથી બહાર કાઢ્યો.
 
          હવે તો રાજાનો લોભ વધવા લાગ્યો. બીજું ચિત્ર તેણે મોટા મોટા હિરાનું દોર્યું. જેવું ચિત્ર પત્યું કે હિરા સાચુકલા થઈ ગયા. આટલા બધા હિરા ઉપર સૂર્યનો પ્રકાશ પડવાથી રાજાની આંખો અંજાઈ ગઈ. રાજા આંધળો થતા થતા બચી ગયો. પરંતુ તેને આંખે દેખાતું ઓછું થઈ ગયું. તેણે તરત જ વિષ્ણુને જેલમાંથી બહાર કાઢ્યો અને તેને કહ્યું કે તું એક મોટા સોનાના ઝાડનું ચિત્ર બનાવી દે તેથી કાયમની નિરાંત થઈ જાય. પછી મારે બીજા ચિત્રો બનાવવા જ ન પડે.
 
          વિષ્ણુએ ચિત્ર દોરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા વિશાળ સમુદ્રનું ચિત્ર દોર્યું. તેમાં ઊછળતા મોજા બનાવ્યા. રાજાને નવાઈ લાગી કે તું સમુદ્રનું ચિત્ર કેમ દોરે છે. વિષ્ણુએ કહ્યું, સમુદ્રની વચોવચ્ચ એક ટાપું પર હું સોનાનુ ઝાડ બનાવવાનો છું જેથી આપનું સોનું કોઈ જોઈના જાય. ફક્ત આપની પાસે જ રહે. તેણે સમુદ્રની વચોવચ્ચ ટાપુ અને તેના પર હજારો સોનામહોર લટકતી હોય તેવું ગટાદાર વૃક્ષ દોર્યું, રાજા તો ખુશખુશાલ થઈ ગયો.
 
          ત્યાર બાદ વિષ્ણુએ એક સુંદર હોડીનું ચિત્ર દોર્યું. હોડી સમુદ્રમાં તરવા લાગી. રાજાતો તરત જ ઉભા થઈને એ હોડીમાં બેસી ગયા. બને તેટલું જલદી તે પેલા ઝાડ પાસે જવા ઈચ્છતા હતા. જેવી હોડી ઉપડી કે રાજાએ હુકમ કર્યો કે વધારે મોટા મોજાઓનું ચિત્ર બનાવ જેથી હું જલદીમાં જલદી પેલા ટાપુ ઉપર આવેલા ઝાડ પાસે પહોંચી શકું. વિષ્ણું પર્વત જેવડા મોટા મોટા મોજાઓ દોરવા લાગ્યો.
 
          મોટા મોટા મોજાઓ ખૂબ જ ઉંચે ઉછળવા લાગ્યા. અને સામે હોડી હતી સાવ નાની. હવે રાજાને બીક લાગવા લાગી. તેણે બૂમાબૂમ કરી મૂકી. બચાવો....બચાવો પરંતુ મધ દરિયે તેને બચાવી શકે તેવું કોઈ ન હતું. મોજા એટલા મોટા થઈ ગયા હતા કે રાજા, હોડી, ટાપુ અને ઝાડ બધું જ ડૂબી ગયું.
 
          વિષ્ણુએ પોતાની જાદુઈ પીંછી પણ એ જ દરિયામાં ફેંકી દીધી. જાદુઈ પીંછીને કારણે તેને ઘણી બધી શક્તિ મળી હતી. પરંતુ જેટલી વધું સત્તા શક્તિ, તેટલી જ વધું જવાબદારી તે સમજી ગયો હતો. તે સમજી ગયો કે સામાન્ય ચિતારો બનીને જ જીવવામાં જ સાચું સુખ છે.
 
 
(જેટલો હક્ક વધારે મળે તેટલી ફરજ વધારે બજાવવી જોઈએ)
 

Page 204 of 235

 
Daily Recipies - રોજની વાનગીઓ
 બ્રેડ ટીક્કી ચાટ
 ખસ્તા કચોરી
 મગની દાળનો શીરો (4 થી 6 વ્યકિત)
 ખમણ ઢોકળા
 શાહી ઘૂઘરા
Stories - વાતૉઓ
 માથાભારે મગતરું
 ચતુર બીરબલ
 વાંદરાએ ચાંદાને ડૂબતો બચાવ્યો
 રીંછે મોહનને શું કહ્યું ?
 સફેદ કાગડો
Historic Places - ઐતિહાસિક સ્થળો
 તળાજાનાં જૈન મંદિરો
 વૈષ્ણવતીર્થો - દ્વારકા
 શ્રી કેરાનું શિવમંદિર
 કબીરવડ
 પવિત્ર તીર્થસ્થળો
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-109)
Gazals - ગઝલો
 અંજુમ વાલોડી
 જિન્દગી તારા વિનાની મોતથી ઊલટી જ છે.....
 ઈજન ધોરાજવી
 સોલિડ મહેતા
 સાહિલ વિના.....
Tavarikh - તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 માર્ચ તવારીખ
 જુલાઇ તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 એપ્રિલ તવારીખ
Poems - કવિતા
  કે ધારો જીવનનો.....
 મને.....
 તમે અમારે માટે જન્મયા, અમે તમારે માટે.....
 માનવ બનવા દો મને.....
 ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ.....