| |
| અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો |
| |
| નિવેદ થવાં | રૂશવત આપવાની સગવડ થવી | | નિશાન પાડવું-મારવું | ધારેલ સ્થળે ચોટ લગાવવી, ધાર્યું કામ પાર પાડવું | | નિશાને ચડવું | વાવટો ફરકાવવો, વિજય મેળવવો | | નિસરણી આપવી | તોફાની કે ગાંડાને વધુ તોફાન કરવા સાધન આપવું | | નીચી મૂંડીએ | નરમાશથી, સભ્યતાથી, શરમાળપણે | | નેપાળો આપવો | ખૂબ ધમકાવવું, ઠપકો દેવો, રેચક દવા આપવી | | નેમ ચૂકવી | નિશાન ચૂકવું, હેતુ પાર પાડવામાં નિષ્ફળ થવું, કામ પાર ન પડવું | | નેમ પાર પાડવી | હેતુ સિધ્ધ થવો | | નેવ નાચવું | કહે તેમ કરવું | | નેવાનાં પાણી મોભે ચઢવાં | અવળે રસ્તે જવું, ઊલટસૂલટ થઇ જવું, અસંભવિત હોય એવું બનવું | |
|
|