હે પ્રભુ, એવું કર કે કોઇ ઇર્ષ્યા કરે એટલું વધારે કે કોઇ હડધૂત કરે એટલું ઓછું મારી પાસે ન હોય. – Abraham Cowley
Tuesday, June 27, 2017
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
મોતની સજા આપવાની વિવિધ તરકીબો ~~~ મોટા સ્તન વાળી મહિલાઓને ફરીથી સ્તન કેન્સર થવાનો ખતરો ~~~ ગુજરાતમાં કુપોષણનું કારણ ફેશન અને શાકાહારી લોકો - મોદી ~~~ કસાબને ખુલેઆમ ફાંસી આપવામાં આવે - ઉદ્ધ્વ ઠાકરે ~~~ સસરાનો પુત્રવધુ પર બળાત્કાર ~~~ ભૂત-પ્રેત વિષે જાણવા જેવી વાતો ~~~ હેલિકોપ્ટર દુર્ઘટનામાં આસારામ બાપૂનો ચમત્કારિક બચાવ ~~~ મોદીએ માફી માગવાનો ધરાર ઈનકાર કરી દીધો ~~~ માફી ત્યારે માંગુ જ્યારે મને કોઈ આરોપમાં દોષી ઠેરવવામાં આવે - મોદી ~~~ કોમી રમખાણોમાં મોદીની ભૂમિકાની ફરીથી તપાસ કરવી જોઈએ - દિગ્વિજય ~~~ સેલિનાને મળ્યો નવો મિત્ર ~~~ તીસ માર ખાઁ : સૌથી મોટો ચોર ~~~ મિર્ચનો પ્રોમો ~~~ રસાકસીભરી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યુ ~~~ ગાવસ્કરને મળ્યુ 'હોલ ઓફ ફેમ'નું સન્માન ~~~ યુવરાજ કેંસ્રરની જંગ જીતી જશે.. ~~~
Select :  
Search :  
 History - ઇતિહાસ >> Historic Places - ઐતિહાસિક સ્થળો
   

Page 10 of 59

 
શ્રી ગંગેશ્વર મહાદેવ
 

રમણીય દ્વીપ દીવ ઉપર પાંડવોએ સ્થાપેલ 

        દુનિયાભરના મહાદ્વીપકલ્પોમાં આફ્રિકા પછી ભારતનો બીજો નંબર આવે છે. એમાં પણ ભારતના સમુદ્રકિનારાની પૂર્વ દિશાએથી શરૂ થઈને પશ્વિમ દિશાએ કચ્છ સુધીના દરિયાકિનારા ઉપર ઘણાં દ્વીપતીર્થો આવેલાં છે.
 
        મહાદ્વીપકલ્પ ભારતમાં સૌરાષ્ટ્રનો બીજો દ્વીપકલ્પ આવે છે.સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારા ઉપર આવેલા રમણીય દીવ ટાપુ ઉપર આમ તો પોર્ટુગીઝ સંસ્કૃતિની છાંટ વર્તાય છે. અત્યારે પણ આ વિસ્તારે કેન્દ્રશાસિત વિસ્તારોમાં ગણાઈ જાય છે,પરંતુ દીવથી બે કિલોમીટર દૂર ફુદમ નામના ગામમાં પશ્વિમ દિશામાં દરિયાકિનારા ઉપર પાંચ હજાર વર્ષ જૂનું ગંગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે.એક દંતક્થા પ્રમાણે આ મંદિર માંનાં પાંચેય શિવલિંગોની સ્થાપના પાંચ પાંડવોએ જાતે કરી હતી.મહાભારત યુગમાં પાંચ પાંડવોને જયારે વનવાસ વેઠવાનો આવ્યો ત્યારે ફરતા ફરતા તેઓ આ સ્થળે આવ્યા હશે અને શિવલિંગની સ્થાપના કરી હશે. આજે પણ સમુદ્રદેવતા આ શિવલિંગો ઉપર જળાભિષેક કરે છે.
 
        મહાભારતમાં વનપર્વ દર્શાવ્યા પ્રમાણે પાંડવો સૌરાષ્ટ્રમાં વિહરતા હતા. ત્યાર બાદ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા.તે સમયે દીવની આજુબાજુ પશ્વિમે એક ગાઢ જંગલ હતું. પાંડવોનો નિયમ હતો કે શિવની પૂજા કર્યા વિના અને શિવપુરાણનું સ્તવન કર્યા વિના ભોજન કરતા નહીં. અહીં આ ક્ષેત્રમાં ક્યાંય શિવલિંગ દેખાયું નહીં. તેથી તેમના નિયમ પ્રમાણે શિવની પૂજા કરવા અહીં એક ગુફામાં ગયા. આ ગંગેશ્વરની ગુફા હતી. ત્યાં આ પાંચ ભાઈઓએ પોતપોતાના કદ પ્રમાણે શિવલિંગની સ્થાપના કરી અને પૂજન કર્યા બાદ,શિવપુરાણનુ સ્તવન કર્યા બાદ સંધ્યાકાળે ભોજન લીધું. આ ગુફા તે સમયે સમુદ્રથી 100 મીટર દૂર હતી. તેથી એકાદ માસ પાંડવો અહીં રહ્યા તે દરમ્યાન તેમણે લિંગોનું પૂજન ચાલું રાખ્યું.ભરતીના સમયે શિવલિંગો ઉપર આપમેળે જળાભિષેક થતો.પાંડવોના નીકળી ગયા બાદ દૈવી પ્રભાવથી યોગીમુનિઓ દ્વાર પૂજન ચાલુ રહ્યું અને ત્રણ હજાર વર્ષ પૂર્વે સમુદ્ર જમીન તરફ આગળ વધતાં આ પાંચેય શિવલિંગો સમુદ્રમાં સમાઈ ગયા.
 
        મૈત્રકયુગમાં તે ગુફામાં પશ્વિમી ખૂણામાં ગણેશજી તથઆ પાર્વતીજીની મૂર્તિઓ ખડકમાંથી કંડારવામાં આવી હતી. આ પાંચ શિવલિંગોની દક્ષિણ પશ્વિમે એક કુંડ આવેલો છે, જયાં આજુબાજુના ખાડામાં આજે પણ ઓટના સમયે મીઠું પાણી વહે છે. આ મીઠા પાણીને ગંગાજળ કહેવામાં આવે છે. આ પાણી મીઠું હોવાથી તે ગંગાનું પાણી છે તેમ કહેવામાં આવ્યું અને તેના ઉપરથી ગંગેશ્વર મહાદેવ એવું નામ પડયું.ધીમેધીમે શિવમહિમા વધતાં સોલંકીયુગમાં આ ગુફામાં જવા માટે પગથિયાં બનાવવામાં આવ્યા. પગથિયાંની હારમાળામાં ઉત્તર ઘાટે હનુમાનજીની પથ્થરની પ્રતિમા મૂકવામાં આવી.દરિયાઈ તોફાન અને વાવાઝોડાથી ગુફામાં રહેલાં શિવલિંગોનું રક્ષણ થાય છે.
 
        દીવ એક ખડક ઉપર આવેલો બેટ છે. દીવનાં જૂનાં નામો પાતાલદ્વીપ, દીવગઢ, દીવબંદર કે દેવભદ્ર છે. આ ક્ષેત્ર 367 ચો. માઈલમાં વિસ્તરેલું છે. દીવના કિલ્લાની પશ્વિમ દિશાએ બે કિલોમીટર દૂર આવેલું ફૂદમ ગામ સાગરની પટ્ટીની વચ્ચે વસેલું છે. આ ગામથી માત્ર અડધો કિલોમીટર દૂર ગંગેશ્વર મહાદેવની ગુફા આવેલી છે.અહીં કોઈ રાત્રી મુકામ કરી શકતું નથી. તેમ જ આ ગુફા ઉપર શિખર બાંધી શકાતું નથી.વર્ષોથી સમુદ્રજળ વડે જ પૂજા થાય છે.લોકોએ જોયું છે કે વહેલી સવારે આ લિંગો ઉપર એક કદાવર નાગ ફેણ ચઢાવી ડોલતો દેખાય છે. જેવો ઘંટનાદ થાય કે તરત તે સમુદ્રમાં સરકી જાય છે.
 
        શ્રાવણ મહિનામાં આ સ્થળનાં દર્શન માટે લોકોનાં ઘોડાપૂર ઊમટે છે. દર શ્રાવણિયા સોમવારે એક લિંગ સમુદ્રમાં ગરકાવ થઈ જાય અને બીજા સોમવારે પાછું તે લિંગ આપોઆપ દેખાઈ જાય. વર્ષોથી આમ થતું આવ્યું છે.
 
        આસપાસના લોકોના જણાવ્યા મુજબ ખાસ તહેવારના દિવસે રાત્રિના બાર વાગે આ સ્થળે આપોઆપ શંખધ્વનિ ને ધંટનાદ થવા લાગે છે. દર શિવરાત્રીએ અહીં મેળો ભરાય છે. હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે.
 
        દીવમાં ફરવા જવાનું થાય તો જોવાલાયક સ્થળોમાં દીવનો વિખ્યાત કિલ્લો, દરિયાકિનારો- દીવથી પાંચ કિલોમીટર દૂર આવેલો નાગવા બીચ,અને ઘણાંબધાં ચર્ચ આવેલાં છે.સૂર્યોદયની લાલિમાની વચ્ચે પ્રભાતના રાતડ ફૂટતા ટાણે ગંગેશ્વર મહાદેવની મુલાકાત લેવાનું મન થાય તેવું વાતાવરણ હોય છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઊઠે છે. એક તરફ અફાટ દરિયો,બીજી તરફ પર્વતો અને ગાઢ જંગલો,એવું લાગે કે દુનિયાને ભૂલી જઈ મહાદેવમય થવાનું સ્થળ અન્ય કોઈ નહીં હોય.

Page 10 of 59

 
Poems - કવિતા
 જિદગીં.....
 જે થયું તે સારું થયું.....
 ચાલો મળીએ.....
 જોઈએ.....
 મારું એક ઝાડ.....
Daily Recipies - રોજની વાનગીઓ
 જામનગરી સાટા
  ક્રીમ સલાડ (5 વ્યકિત)
  ડ્રાયફૂટ સલાડ (5 થી 6 વ્યકિત)
 ફ્રૂટસલાડ (4 વ્યકિત)
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-24)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-101)
Gazals - ગઝલો
 સુરેશચંદ્ર પંડિત
 ઈજન ધોરાજવી
 અગમ પાલનપુરી
 પથિક પરમાર
 હરિકૃષ્ણ પાઠક
Stories - વાતૉઓ
 બહુ ડાહ્યા બહુ ખરડાય
 અજોડ આળસુ
 સૌથી રૂપાળું બાળક
 સોનાની શૂળી
 કાળમુખો કોણ ?
Historic Places - ઐતિહાસિક સ્થળો
 અધ્ધરદેવી
 શ્રી માધવરાયનું મંદિર
 ઉત્કંઠેશ્વર
 હાટકેશ્વર
 શ્રી ગંગેશ્વર મહાદેવ
Tavarikh - તવારીખ
 જુન તવારીખ
 માર્ચ તવારીખ
 સપ્ટેમ્બર તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 એપ્રિલ તવારીખ