કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને, જો શકય હોયતો પ્રેમના ટહુકા લખ મને! તારા વિના અહીંતો છે ધુમ્મસ ફકત બધે તારી ગલીમાં કેવા છે તડકા લખ મને! અકળાઈ જાઉં છું આવા અબોલા ના રાખ તું તારા જ અક્ષરો વડે ઝધડા લખ મને! કોઈ મને બીજા તો સહારા નહીં મળે અમથા જ તારા હાથે દિલાસા લખ મને! મારા જીવનનો પંથ હજી તો અજાણ છે કયાં કયાં પડયા છે તારાં પગલાં લખ મને! |