સૉનેટનું શિલ્પ છે, ગીતની છે ગુલછડી ગઝલનો ઠાઠ છે,જિંદગી નવાબ છે, કેવો આ રુઆબ છે કે આંખોમાં ખ્વાબ છે જિંદગીમાં ચોતરફ ગુલાબ ને ગુલાબ છે. હ્રદયમાં પ્રીત છે,હોઠ પર સ્મિત છે લીલાછમ ઘાસ ઉપર મેઘધનુષી આભ છે, આપણે બારણે ` છે,ગણેશ છેઃ સ્વસ્તિકની આસપાસ શુભ અને લાભ છે. બુદ્ધિ છે,સ્મૃતિ છે ને કલ્પનાઓ વૈભવી નશો નહીં ઊતરે,એવો આ શરાબ છે, સ્વપ્નસુંદરી સમી આ જિંદગી નર્તન કરેઃ કોણ કહેશે કહો કે જિંદગી ખરાબ છે ? |