| |
| અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો |
| |
| લમણાં ઝીકવા-લેવા | માથાફોડ કરવી | | લમણે હાથ દેવા | હિંમત હારી જવી, આશાભંગ થવું | | લલાટ લૂંછવું | આશા છોડવી | | લહેર આવવી | કેફ કે વિષની અસરથી ઘેન આવવું, તાણ કે વાઇ આવવી, મજા પડવી | | લંક લગાડવો-લાગવો | લંકા જીતવી, મોટો જય મેળવવો, તરી જવાવું, તવંગર થઇ જવું | | લંકા કરવી-લાગવી | મોટી આગ લગાડવી, બાળવું, ફેંકી દેવું, ફના કરવું, પાયમાલ કરવું | | લંકા બાળવી | ખરાબ કરવું, ખુલ્લુ કરી નાખવું, ઉઘાડું પાડી દેવું, ગુપ્ત વાત બહાર પાડવી | | લંકા લૂંટવી | ઘણા મોટા ખજાના મેળવવા, ખૂબ ધન મેળવવું, લૂંટ ચલાવી ધનવાન થવું | | લંગર લડાવવા | માંહોમાંહે કજિયો કરાવવો, લંગીસ લડાવવું | | લંગોટી મારવી | પાસેની માલમત્તા ઉડાવી દઇ ગરીબ થઇ જવું, વૈરાગી થવું | |
|
|