
સામગ્રી :- - મગની મોગર દાળ - પા કપ
- ચણાની દાળ - પા કપ
- અડદની ફોતરાં વિનાની દાળ - 1 કપ
- હળદર - અડધી ચમચી
- તેલ - 4 ચમચા
- જીરું - 1 ચમચી
- હિંગ - ચપટી
- આખાં લાલ મરચાં - 2 નંગ
- તમાલપત્ર - 2 નંગ
- લવિંગ - 3 નંગ
- તજ - નાનો ટુકડો
- એલચી - 2 નંગ
- લીમડો – 5-6 પાન
- વાટેલું આદું - નાનો ટુકડો
- સમારેલાં લીલાં મરચાં - 3 નંગ
- સમારેલાં ટામેટાં - 2 નંગ
- મરચું - 1 ચમચી
- લીંબુનો રસ - 1 ચમચો
- સમારેલી કોથમીર - 2 ચમચા
- મીઠું - સ્વાદ મુજબ
- ઘઉંનો લોટ - 2 કપ
- મીઠું - 2 ચમચી
- બેકિંગ પાઉડર - પા ચમચી
- ઘી - જરૂર મુજબ
રીત :- ત્રણેય દાળને લગભગ ત્રણ કપ જેટલા પાણીમાં કલાક સુધી પલાળી રાખો. તેને હળદર અને મીઠા સાથે બાફીને ઝેરણીથી એકરસ કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લાલ મરચાં, તમાલપત્ર, એલચી, લીમડો, આદું, લીલાં મરચાં, ટામેટાં અને મરચું નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી ખદખદવા દો. તેમાં બાફેલી દાળ ભેળવીને બરાબર એકરસ કરો. છેલ્લે લીંબુનો રસ ભેળવીને સમારેલી કોથમીર ભભરાવી રાજસ્થાની બાટી સાથે ખાવ. એક બાઉલમાં લોટ લઈ તેમાં મીઠું, બેકિંગ પાઉડર અને અડધો કપ ઘી મિકસ કરો. જરૂર પૂરતું પાણી લઈ કઠણ કણક બાંધો. ઓવનને 1800 સે. પર ગરમ કરો. કણકમાંથી લીંબુ જેવડા ભાગ કરો. તેને સહેજ દબાવીને ગોળા વાળો. બેકિંગ ટ્રેને ચીકાશવાળી કરી તેમાં બાટી ગોઠવો. સહેજ દબાવો. અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ટ્રે મૂકી બાટી તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો. લગભગ પા કે અડધા કલાકમાં બાટી તૈયાર થઈ જશે. તૈયાર બાટીને ઘી ભરેલા વાટકામાં પલાળી ગરમ ગરમ જ રાજસ્થાની દાળ સાથે સર્વ કરો. |