લાભને શુભનાં બેય હલેસાં સરખેસરખી જોડી મારી હળવે સરતી હોડી. લોભ નહી કે થોભ નહીં કે ક્ષોભ નહીં કેવળ વહેતા રહેવું રાગ નહીં કે દ્વેષ નહીં કે ક્રોધ નહીં, નિજમાં થીર થઇને વહેવું. જળની સાથે જીવવાનું છે આભનાં વાદળ ઓઢી. મારી હળવે સરતી હોડી. ગતિ-સ્થિતિની મતિ મધુરી નહીં યતિ કે ખટકો, વાદવિવાદથી પર, નર્યો સંવાદ સનાતન ચાલી રહ્યો છં અમથો કોઇ મિનારો નથી પાંખમાં,કોઇ કિનારો નથઈ આંખમાં. મન આ શાન્ત રહ્યું છે પોઢી. મારી હળવે સરતી હોડી. |