જે દયાળુ છે તે ધન્ય છે, તે દયા પામશે. - ઇસુ ખ્રિસ્ત
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 89 of 235

 
ચતુર ચામાચીડિયું
 

       ગામથી દૂર એક જંગલ. બાજુમાં નાનો પહાડ. પહાડના કોતરોમાં ચામાચીડિયા ઊંધા માથે આખો દિવસ લટકેલા રહે. રાતનું અંધારું થતાં ગુફામાંથી ઊડતા બહાર નીકળી નાની મોટી જીવાત ખાય. સવારનું અજવાળું થતાં પાછા ફરી ઊંધા માથે લટકી જાય.

      એક ચામાચીડિયું આખી રાત ઊડાઊડ કરીને થાકી ગયું હતું. થોડી વાર ઊંધા માથે લટકી શકયું. પછી નીચે પડી ગયું.
 
     નીચે બેઠેલા એક નોળિયાએ તેને પકડવા તરાપ મારી. ચામાચીડિયું ત્યાંથી ભાગી ન શકયું. નોળિયાએ તેને પકડી લીધું.
 
     મને છોડી દો નોળિયાભાઈ ! ચામાચીડિયાએ વિનંતી કરી. નોળિયો કહે, હું તને કઈ રીતે છોડી શકું ? પંખીઓ અને નોળિયાને તો વેર છે.
 
     ચામાચીડિયાએ ચતુરાઈથી જવાબ આપ્યો. હું ભલે ઊડી શકું પરંતુ પંખી નથી. જુઓ મારા શરીરે પંખી જેવાં પીંછાં તમને દેખાય છે ? મારે ચાંચ પણ નથી. અને દેખાવ તો મારું મોં ઊંદર જેવું જ છે. હું ઊંદર જ છું ! નોળિયાને તેની વાત સાચી લાગી. તેણે ચામાચીડિયાને છોડી દીધું. ચામાચીડિયું ઊડી ગયું.
 
     થોડા દિવસો પછી ફરી પાછું ચામાચીડિયું નીચે જમીન પર પડકાયું. તરત એક બીજા નોળિયાએ તેને પકડી લીધું.
 
      મને મારશો નહિ ચામાચીડિયાએ પહેલાંની માફક વિનંતી કરી. નોળિયો કહે, કેમ ! તને હું શા માટે ન મારું ! ઊંદર અને નોળિયાને તો વેર છે. તને હું જીવતો ન છોડી શકું.
 
      ચામાચીડિયાએ હિંમતથી કહ્યું, પણ હું તો પંખી છું ઊંદર નથી. ઊડવા મારે બે પાંખો પણ છે. કહી પોતાની પાંખો હવામાં ફફડાવી. નોળિયાએ કહ્યું, તારી વાત સાચી છે તું લાગે છે તો પંખી. જા ત્યારે ઊડી જા. ચામાચીડિયું ઊડી ગયું. તેણે અંધારી જગ્યાએ આશરો લઈ લીધો.
 

Page 89 of 235

 
Stories - વાતૉઓ
 આફ્રિકાના સિંહ
 વચનપાલક રાજા દિલીપ
 બીરબલની સ્વર્ગયાત્રા
 ચાલાક ગધેડો
 સૂપડકન્નો રાજા
Daily Recipies - રોજની વાનગીઓ
 ચીકુની બરફી
 વેજીટેબલ ઢોકળા
 શાહી ઘૂઘરા
 નાનખટાઇ
 ખજૂર - કોકોનટ બોલ્સ
Historic Places - ઐતિહાસિક સ્થળો
 હઠિસિંહના દેરા
 ઘેલા સોમનાથ
 માતાનો મઢ
 કચ્છના તીર્થ સ્થાનો
 શ્રી ઓમકારનાથજીનું મંદિર
Gazals - ગઝલો
 ખાલી ખજાનો છું.....
 ઝાહિદ શિનોરવાળા
 હું જ રોઉં છું.....
 ભરત વિંઝુડા
 જયેન્દ્રસિંહ જાડેજા ‘ફાની’
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Tavarikh - તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 માર્ચ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
Poems - કવિતા
 જોઈએ.....
 આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી.....
 જેની અનુભૂતિ વ્યાપેલી છે, મારા રોમરોમમાં…
 છાતીમાં ઘૂઘવે છે દરિયો ને દરિયોમાં તરતી લાશ.....
 સુખને દુઃખના વાઇપર ફરતા.....