તા-3-7-2009 શુક્રવાર
અષાઢ સુદ અગિયારસ મંગળ વૃષભમાં રાતના 21.14 મિ.થી દેવશયની એકાદશી ગૌરીવર્ત પ્રારંભ,
દિવસના ચોઘડિયા : ચલ,લાભ,અમૃત,કાળ,શુભ,રોગ,ઉદ્રેગ,ચલ
રાત્રિના ચોધડિયા : રોગ,કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ,રોગ
અમદાવાદ સૂર્યોદય : 5 ક. 59 મિ. સૂર્યાસ્ત : 19 ક. 28 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 03 મિ. સૂર્યાસ્ત : 19 ક. 23 મિ.
મુંબઈ સૂર્યોદય : 6 ક. 07 મિ. સૂર્યાસ્ત : 19ક. 18 મિ.
જન્મરાશિ : આજે સવારના 7.55 મિ.સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત) રાશિ આવે.ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ર્વિક (ન.ય) રાશિ આવે.
વિક્રમ સંવત : 2065 : શાકે -1931 જૈનવીર સંવત – 2535
વિક્રમ સંવત્સર : શાર્વરી શક સંવત્સર :વિરોધી દક્ષિણાયાન વર્ષાઋતુ અષાઢ સુદ એકાદશીને શુક્રવાર. વિછુંડો સવારના 7-55 થી દેવશયની એકાદશી.કેટલાક સ્થળે વરસાદ થાય.
મુસલમાનીહિજરીસન–1430 રજબ માસનો આઠમો રોજ
પારસી શહેનશાહી વર્ષ–1378 બહમન માસનો અઢારમો રોજ રશ્ર્ને
તા-3-7-2009 શુક્રવાર
જન્મ વર્ષ સંકેત
આજથી શરૂ થઇ રહેલું આપનું જન્મવર્ષનો પ્રારંભ મધ્યમ રહે. તેમ છતાં એક-બે મહત્વના કામ ઉકેલાતા રાહત રહે. નોકર-ચાકર વર્ગની મુશ્કેલી અનુભવાય પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય. કોઇને કોઇ રૂકાવટ-મુશ્કેલીના લીધે આપના કામમાં વિલંબ થાય. ધાર્યુ કામકાજ થઇ શકે નહી. માલનો ભરાવો કે બગાડ થવાના લીધે નફાનું પ્રમાણ ઘટે. મિત્રવર્ગની મુશ્કેલી અનુભવાય.ભાગીદારીવાળા ધંધામાં સાવધાની રાખવી. સ્ત્રીવર્ગને ભાઇભાંડુની ચિંતા રહે. વિદ્યાર્થીબંધુને વધુ પડતા આત્મવિશ્ર્વાસમાં રહેવું નહી.