
સામગ્રીઃ- • 1 કપ તુવેરની દાળ • 1 કપ ખાંડ અથવા ગોળ • 1/2 ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો • 1/2 ટી સ્પૂન ખસખસ • 1/2 ટી સ્પૂન જાયફળનો ભૂકો ટી સ્પૂન ખસખસ • ઘી પ્રમાણસર • 11/4 કપ ઘઉંનો લોટ રીતઃ- • તુવેરની દાળમાં થોડુંક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવી, ચઢી જાય એટલે પાણી નીતારી લેવું. • પછી તુવેરની દાળ ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી,ર્ગસ ઉપર મૂકી હલાવવું. • જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમાં ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય.જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું. • તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખસ નાખવી. • થાળીમાં ઘી ચોપડી પૂરણ ઠંડું થવા દેવું. • લ્લોટલીના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધવો. ઘઉંનો લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી તેને વાળીને ફરીથી વણી ધીમા તાપે લોઢી ઉપર શેકવી. • શેકાઈ જાય એટલે ઘી ચોપડીને પીરસવી. |