મેં એક નદીને જોઇ, છલકાતી, મલકાતી એ તો ગાતી ગાતી.. રોઇ! સાવ અચાનક શુંય થયું કે એ તો ગઇ સંતાઇ, સૂર્ય સુંવાળો હતો ને તોયે ક્યાંય ગઇ સંતાઇ. આછી અમથી નથીય રેખાઃ હોની થી સો હોઇ મેં એક નદીને જોઇ, ખળખળ ખળખળ વ્હેતા જળનો ધ્વની થયો છે ચૂપ, ક્યા જઇને હું શોધું? કહો ને નદીનું વ્હેતુ રૂપ. મરી ગયેલી માછલીઓનું હવે નથી અહીં કોઇ, મેં એક નદીને જોઇ, |