ભૂરા સમંદરનો આવે છે સાદ ને ઓસરતો જાય છે મારો વિષાદ શબ્દોએ મારા મોરપીંછ પહેર્યા ને હાથમાં વાસળીને ઝાલી એક એક મોજું નીકળી પડ્યું છે લેવાને રાસમાં તાળી અર્જુનને શ્યામનો થતો સંવાદ ને ઓસરતો જાય છે મારો વિષાદ આખું ગગન ઘનશ્યામ થઇ ગયું અને પૃથવી થઇ ગઇ છે ગોપી ઊંડા તે પ્રેમની કેટલીયે વાતને હૈયામાં દીધી સંગોપી હરિવરના હેતનો વરસે વરસાદ ને ઓસરતો જાય છે મારો વિષાદ. |