બાળક જન્મે ત્યારે સૂતકઃ માણસ મરે ત્યારે સૂતક, માણસ તો છે કેવળ જાણે ડૂબતા જહાજનું તૂટતું તૂતક. દરિયો છે તો મોજાં છે ને મોજાં છે તો દરિયો, મોજાં ને આ નાવનો સંબધ તારક,ધારક, સગવડિયો. અધ્ધર જીવે નાવ તરે છે ઊંચી,નીચી,હાલકડોલક, બાળક જન્મે ત્યારે સૂતકઃ માણસ મરે ત્યારે સૂતક, સૂતક ગુલાબીઃવૃધ્ધિ સૂતક, સૂતક લાલઃ સમૃધ્ધિ સૂતક છેલ્લા શ્ર્વાસે સૂતક કાળુઃ સૂતક પોતે પણ છે સૂચક. મબલક મબલક અઢળક અઢળક તોયે સદાયે સૂનું સૂતક, બાળક જન્મે ત્યારે સૂતકઃ માણસ મરે ત્યારે સૂતક. |