ધન એ રાજકારણ માટે માનું ધાવણ છે. – jesse unruh
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 110 of 235

 
ચમત્કારી ઝાડ
 

         ઉનાળાના ધમધખતા દિવસો હતા. એક મુસાફર ચાલતો જતો હતો. ચાલતા ચાલતા તે થાકી ગયો. તેણે એક મોટું ઝાડ જોયું. મુસાફર ઝાડના છાંયે આરામ કરવા રોકાયો. મુસાફરનું નામ ઈચ્છાશંકર હતું.

          ઈચ્છાશંકરને થયું, વાહ !  સૂવા માટે ગાદલું ને ઓશીકું હોત તો ઢોલિયો ઢોળીને સૂવાની મજા આવત.
 
          ઈચ્છાશંકરને ખબર નહોતી કે જે ઝાડ નીચે એ બેઠો હાતે તે ચમત્કારી ઝાડ હતું. તે કોઈની પણ ઈચ્છાઓ પૂરી કરતું હતું.
 
          ઈચ્છાશંકર હજુ કશું વિચારે પહેલાં આકાશ માંથી ઢોલિયો ઊતરી આવ્યો. તેના પર રેશમી ચાદર પાથરેલી હતી. સુંદર મજાનું એશીકું હતું. ઈચ્છાશંકરને માનવામાં આવતુ નહોતું કે આ સાચું છે કે સપનું છે.
 
          તેણે પોતાને હાથે ચૂંટણી ખણી ત્યારે તેને ખાતરી થઈ કે આ સપનું નથી. ઈચ્છાશંકર ઢોલિયા પર ચડી બેઠો ને બોલી ઊઠયો
 
          વાહ ! સરસ ! બહુ સરસ છે ! હવે આવા નિરાંતના સ્થળે એક સુંદર પરી હોય તો મજા આવે.
 
          ઈચ્છાશંકરના વિચારતાંની સાથે જ ત્યાં સુંદર પરી આવી ગઈ. વીંઝણો લઈ તો ઈચ્છાશંકરને હવા નાખવા લાગી.
 
          ઈચ્છાશંકર કહે, પરીરાણી, આજનો દિવસ મારા માટે ખૂબ જ શુકનવંતો છે.આપની વાત સાચી છે પરીએ જવાબ આપ્યો. ઈચ્છાશંકર કહે, મને ખૂબ જ ભૂખ લાગી છે. અત્યારે કંઈ સારું ખાવાનું મળે તો કેવું સારું !બોલતાંની સાથે જ જાતજાતનાં પકવાન, શરબત, ફળફળાદિ ને સૂકામેવાના થાળ હાજર થઈ ગયા.જાતજાતના પકવાન અને સૂકામેવાના થાળ જોઈને ઈચ્છાશંકરને થયું, આ તો રાજાની મિજબાની જ છે ને જાણે !
 
          ઈચ્છાશંકરે પેટ ભરી ધરાઈને ખાધું અને પીધું. ફરી પાછો ઢોલિયે આડો પડયો. પરીરાણી તેને દ્રાક્ષ ખવડાવવા લાગી.
 
          ઈચ્છાશંકરને થયું, ખરેખર મને સુખની ઘડી પ્રાપ્ત થઈ છે. પણ આ બધું ગુમ થઈ જાય તો ? અને મારા પર વાઘ હુમલો કરે તોહું શું કરીશ ? હું કયાં જઈશ ?
 
          હજુ વિચાર પૂરો થાય તે પહેલાં તો સામેથી વાઘને આવતો જોયો. ઈચ્છાશંકર ઝડપથી ઝાડ પર ચડી ગયો. તે બૂમો પાડવા લાગ્યો, બચાવો, બચાવો. ગામ બહુ દૂર હતું. તેની બૂમો કોઈએ સાંભળી નહિ.
 
ઈચ્છાશંકરને થયું, મેં ઝાડના છાંયાની જ સંતોષ માન્યો હોત તો આ વાઘનું જોખમ આવી પડત નહિ. હવે તો આ વાઘ જાય તો હું ઝાડ પરથી નીચે ઊતરું. ને આવું વિચારતાં જ વાઘ ત્યાંથી જતો રહ્યો.પછી ઈચ્છાશંકર ઝાડ પરથી નીચે ઉતરી પોતાનો સામાન લઈ ચાલતો થયો.
 

Page 110 of 235

 
Tavarikh - તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 જુન તવારીખ
 જુન તવારીખ
 મે તવારીખ
 એપ્રિલ તવારીખ
Daily Recipies - રોજની વાનગીઓ
  સત્યનારાયણના પ્રસાદનો શીરો
 ફાડા લાપસી (૬ વ્યકિત)
 ચોખાની ચકરી
 બુંદી ગુલાબજાબું (6 થી 8 વ્યકિત )
 મોહનથાળ (6 થી 7 વ્યકિત)
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ઉદવાડ
 તીર્થમાળા
 રાજસ્થાનનું શ્રી મહાવીરજી જૈન મંદિર જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી
 ગોપનાથ મહાદેવ
 શ્રી મહુડી તીર્થ
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-64)
 અખાના છપ્પા (ભાગ-25)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Gazals - ગઝલો
 શૈલેશ ટેવાણી
 જગતના સ્નેહીઓ પણ સ્વાર્થમય વ્યવહાર રાખે છે.....
 રડી રડી ને પ્રગટ એ જ તો કરે છે સૌ.....
 ભરત વિંઝુડા
 એ જ બારી છે.....
Poems - કવિતા
 હરિ!તારે હિંચકે હું ઝૂલતી રહું.....
 મારું એક ઝાડ.....
 છાપાં નથી વાંચવાં મારે.....
 છાતીમાં ઘૂઘવે છે દરિયો ને દરિયોમાં તરતી લાશ.....
 મુગ્ધ મુગ્ધ છું,સૌંદર્યલુબ્ધ છું.....
Stories - વાતૉઓ
 થેલી કોની
 ઉદાર દિલ ઊંટ
 હું રીંગણાનો નોકર નથી
 ઝેરના પારખા ના હોયઃ-
 ઘોડો ગધેડો બન્યો