કમાયેલું ધન વાપરવું એ જ એનું રક્ષણ છે. તળાવમાં નવા જળની આવને સમાવવા માટે અગાઉના જળનો નિકાલ કરવો જ જોઇએ, નહિ તો પાળ તોડીને જળ વહી જશે. - ચાણકય
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 205 of 235

 
પેટ કરાવે વેઠઃ-
 

              કૈલાસપુર નામના ગામમાં રમેશભાઈ નામના મોટા કપડાના વેપારી હતાં. તેમણે ખૂબ નાની ઉંમરે પોતાના પગ પર ઊભા રહીને આ ધંધો શરૂ કર્યો હતો અને ઘણી મહેનતને પરિણામે તેઓ આજે આ સ્થાન ઉપર પહોંચી શક્યા હતાં. પરંતુ તેમને એક જ દિકરો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિંયાર હતો, પરંતુ ખૂબ ઉડાઉ અને આળસું હતો. તેનું નામ તેજસ હતું. જો મહેનત કરે તો તે ચોક્કસ આગળ આવી શકે તેમ હતો.પરંતુ તેજસને મહેનતનું મહત્વ સમજાવવામાં રમેશભાઈ સદંતર નિષ્ફળ રહ્યા હતાં.

એક દિવસ તેજસ પિતા પાસે આવ્યો. તેણે કહ્યું, મારે મારો પોતાનો ધંધો શરૂ કરવો છે. તમે મને ધંધો શરૂ કરવા માટે રૂપિયા આપો. મારે મોટી મૂડીની જરૂર છે.
 
રમેશભાઈએ કહ્યું, ભાઈ, તેજસ, ધંધો એમ ન થાય. ઘણી મહેનત કરવી પડે. ધંધાની આંટીઘૂંટીઓ શીખવી પડે. કોઈના હાથ નીચે થોડો વખત કામ પણ કરવું પડે.
 
સાંભળ તો તેજસ શેનો ? તે ધંધો ચાલુ કરવાની જીદ્દે ચડ્યો હતો.
રમેશભાઈએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેમણે તેજસને પોતાની પાસે બોલાવ્યો. બેસાડીને તેજસના બરડામાં હાથ ફેરવતા કહ્યું, તું ધંધો કરે મને તેની સામે કોઈ વાંધો નથી. પરંતુ મારી એક શરત છે. તારે રોજ મને એક રૂપિયો આપવો. હું એ રૂપિયાનું શું કરું છું તે તારે મને ક્યારેય નહિ પૂંછવાનું. જે દિવસે તું મને સવાલ પૂછીશ, એ દિવસે તને ધંધો શરૂ કરવાની મૂડી હું સામે ચાલીને તને આપીશ. મંજૂર છે બેટા ?
 
તેજસને આ શકત સાવ બાલીસ લાગી. કાંઈ વાંધો નહિ ! એક જ રૂપિયો રોજ આપવો તેમાં વળી શી ધાડ પાડવાની છે ? તેજસે ઘણા રૂપિયા ભેગા કરેલા હતાં. તેમાં વળી પિતાજીને રોજનો એક રૂપિયો પાછો આપવો તેમાં વળી શી મોટી વાત છે. ?
 
એ દિવસે જ તેણે પહેલો રૂપિયો પોતાના પિતાજીને આપી દીધો.રમેશભાઈ એ રૂપિયાનું શું કર્યું તે જાણવાની તેણે ન લીધી. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. તેજસના ભેગા કરેલા રૂપિયા ખલાસ થવા આવ્યા. એક દિવસ તેણે છુપાઈને જોયું તો તેના પિતાજી રૂપિયાનો સિક્કો ક્યાં મૂકતા હતાં ! તેને ખૂબ જ નવાઈ લાગી કે તેના ઘરની પાછળના એક કૂવામાં એ રૂપિયો નાંખી દેતા હતાં.
 
તેજસે વિચાર્યું, કાંઈ વાંધો નહિ, બાપુજીને જે કરવું હોય તે કરે હું તો એક રૂપિયો આપી દઉં એટલે છુટ્ટો.
 
તેજસના ભેગા થયેલા રૂપિયા ખલાસ થયા એટલે તે પોતાની મા પાસે ગયો, માં મને થોડા રૂપિયા આપ.
 
માએ કહ્યું, કૂવામાં નાખવા માટે મારી પાસે રૂપિયા નથી. હું નહિ આપું !
ત્યાંથી તેજસ તેની બહેન પાસે ગયો. તેણે કહ્યું, દીદી, તે રક્ષાબંધનના જે રૂપિયા ભેગા કર્યા છે તે માંથી મને થોડા રૂપિયા આપને !
 
તેજસની બહેન કહ્યું, કૂવામાં નાખવાં ! મારી પાસે રૂપિયા નથી. મેં ઘણા વર્ષોની મહેનતે આ રૂપિયા ભેગા કર્યા છે !
 
તેજસે ઘણા સગા સબંધીઓને,મિત્રોને તથા પડોશી ઓને રૂપિયા માટે વિનંતી કરી, પરંતુ કોઈએ તેને મદદ ન કરી. બાપુજીને રોજનો રૂપિયો આપવાનું તેણે વચન આપ્યું હતું. તેથી તેણે પોતાનું વચન પાળવા માટે નોકરી શોધવા માંડી. તેની પાસે કામ કરવાનો કોઈ અનુભવ ન હોવાથી તેને કોઈ કામ ન મળ્યું. તેજસે તો આજ સુધી એક તણખલુંય તોડ્યું નહોતું. પરંતુ તેની નજર એક મકાન બનતું હતું તેની ઉપર પડી અને તેને તગારા ઉંચકવાની નોકરી મળી. તેણે તે કામ કર્યું. સાંજ પડે તે ખૂબ થાકી ગયો. તેને જે થોડા ઘણા રૂપિયા મળ્યા તેમાંથી એક રૂપિયો ઘેર જઈને તેણે પિતાજીને આપ્યો.કોઈપણ જાતના ભાવ મોઢા પર લાવ્યા વગર રમેશભાઈ એ રૂપિયો પણ કૂવામાં નાંખી દીધો.
 
બીજે દિવસે નોકરી માટે તેજસને થોડે દુર જવું પડ્યું. તેને ખૂબ તાવ ચડ્યો.આખો દિવસ તડકામાં પથ્થર તોડીને તેના હાથ અને પગમાં કળતરા થવા લાગી. છતાંય સાંજ પડ્યે જે થોડા ઘણા રૂપિયા મળ્યા તેમાંથી એક રૂપિયો તેણે પોતાના પિતાજીને આપ્યો. રમેશભાઈએ આ વખતે પણ તેજસના દેખતા જ તે રૂપિયો કૂવામાં નાખી દીધો.
 
ત્રીજે દિવસે તો તેજસને નોકરી માટે ખૂબ જ દૂર જવું પડ્યું. સાંજે તો તે સાવ થાકી ગયો હતો. તેણે પોતાના પગાર માંથી એક રૂપિયો પોતાના પિતાને આપ્યો.પરંતુ રમેશભાઈ જેવો રૂપિયો કૂવામાં ફેંકવા ગયા, કે તરત જ તેજસે એમનો હાથ પકડી લીધો.
 
બાપુજી, હું તમને આ રૂપિયો ફેંકવા નહિ દઉં,મારી કાળી મજૂરીની કમાણીનો આ રૂપિયો છે.તમે તો ઘેર બેઠા લાખો રૂપિયા કમાઓ છો.તેથી મારી મુશ્કેલીનો તમને જરાય ખ્યાલ નહિ હોય. હું હવે આ રીતના કૂવામાં રૂપિયા ફેંકવા નહિ દઉં.
 
રમેશભાઈ ખૂબ જ ખૂશ થયાં. તેમણે હસીને કહ્યું, દીકરા, આજે તું મારી પરિક્ષામાં પાસ થઈ ગયો, પૈસા કમાવવા કેટલા અધરા છે તેની તને હવે જાણ થઈ છે તેથી તું ધંધો કરવા માટે તૈયાર થઈ ગયો કહેવાય. તારે જે ધંધો કરવો હોય તે કર, હું તને બધી જ મદદ કરીશ.
ખરેખર, તેજસે જે ધંધો કર્યો તેમાં તે ઘણો સફળ થયો.
 
(સાચી મહેનતના રૂપિયાનું મૂલ્ય ઊંચું હોય છે)
 

 

Page 205 of 235

 
Stories - વાતૉઓ
 ત્રણ ગધેડાંનો ભાર …
 બીરબલનું ઈનામ
 સૌથી રૂપાળું બાળક
 વાંદરાએ ચાંદાને ડૂબતો બચાવ્યો
 જેવા સાથે તેવા
Poems - કવિતા
 થોડી ઊંઘ ને ઝાઝો ઉજાગરો.....
 વાત કૈં ખાનગી રહેવાની નથી.....
 તથાસ્તુ,તથાસ્તુ.....
 દુઃખનાં બેડાં, ખાલી કરવા પિયરિયે હું આવી છું.....
 રાધા એ શ્યામ સામે જોયું ને આંસુ એક રોયુ.....
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Daily Recipies - રોજની વાનગીઓ
 ચીકુની બરફી
 શિંગોડાની પુરી
 બાલુશાહી
 બ્રેડ ટીક્કી ચાટ
 ખાંડવી
Tavarikh - તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 માર્ચ તવારીખ
Gazals - ગઝલો
 કલ્પનાથી ય બહું દુર ધીરજ થઇ ગઇ છે.....
 સારવાર જેમ.....
 ‘મુકબિલ’ કુરેશી
 અનિલ વાળા
 ડૂબી જવાય છે.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ખેડબ્રહ્મા
 દત્ત-ઉપાસક રંગ અવધૂતનું અનોખું તીર્થસ્થાન
 બહુચરાજી
 કચ્છના તીર્થ સ્થાનો
 સંજાણ