ધન પર તમારી હકૂમત નહિ ચલાવો તો ધન તમારા પર હકૂમત ચલાવશે. - હોવેસ
Thursday, September 09, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 40 of 235

 
કાચબાની તાકાત
 

         એક મોટું જંગલ હતું. જંગલમાં એક હાથી રહેતો હતો. જંગલના છેડે ઘાસનું મેદાન હતું. ત્યાં એક મોટુ સરોવર હતું. સરોવરનાં પાણીમાં એક હિપોપોટેમસ રહેતો હતો. હાથી ઘાસનાં મેદાનમાં ફરવા આવે અને ઘાસ ખાય. ઘાસ ખાઈને હાથી સરોવરનાં પાણી પીએ.

       હાથી અને હિપોપોટેમસ ભેગા થઈને વાતો કરે. વાત વાતમાં બંને પાકા ભાઈબંધ થઈ ગયા. આખો દિવસ બંને સાથે હરે ફરે. એક દિવસ કાચબાએ બંન્ને ક્હયું, મને તમારો ભાઈબંધ બનાવો ને. ?
 
          હાથી અને હિપોપોટેમસ કહે, જા જા ! બળિયાની દોસ્તી બળિયા સાથે જ હોય. તારા જેવા નબળાને અમે અમારો ભાઈબંધ ન બનાવીએ."બંન્નેએ કાચબાને નબળો કહ્યો એટલે કાચબાને ખોટું લાગ્યું. તેણે નકકી કર્યું કે " હું પણ બળીયો છું, એવું હાથી અને હિપોપોટેમસની પાસે સાબિત કરાવીને જ રહીશ.
 
          એક વાર હાથી એકલો ઉભો હતો. કાચબાએ તેને જોયો, તે ઠચુક ઠચુક ચાલતો હાથી પાસે ગયો, કાચબો ધીમેથી હાથીને કહેવા લાગ્યોતમારે મારી તાકાત જોવી છે. ? હાથી કહે " હા બતાડ જોઈએ "કાચબો કહે, હમણા આવું છું, એમ કહીને તે જંગલમાં ગયો અને એક લાંબુ દોરડું લઈ આવ્યો, દોરડાનો એક છેડો તેણે હાથીની સૂંઠમાં પકડાવ્યો. પછી કહે બીજો છેડો લઈને હું પાણીમાં જાઉં છુ. તમારામાં તાકાત હોય તો મને પાણીમાંથી બહાર પાછો ખેંચી કાઢજો."
 
         હાથી કહે જરૂર એક ઝાટકે જ ખેંચી કાઢીશ, કાચબો સરોવરમાં ગયો. કાચબાએ મોંમાંથી દોરડું કાંઢી નાંખીને સરોવરનાં પાણીમાં રહેલા એક મોટા પથ્થર સાથે બાંધી દીધું.
હાથીએ દોરડું ખૂબ જોર લગાવીને ખેચ્યું. કાચબાને પાણીમાંથી બહાર કાઢવા માટે ખૂબ મહેનત કરી પણ તેને બહાર કાઢી શકયો નહી. તેણે વધારે જોર કરીને દોરડું ખેંચ્યું. પણ પથ્થર બહું ભારે હતો.
       હાથીને થયુંનાનકડા કાચબામાં આટલી બધી તાકાત ? તે વધું જોરથી દોરડું ખેંચવા લાગ્યો. "જોર કરતાં કરતાં દોરડું તૂટી ગયું, હાથી થાકી ગયો હતો. તે ફસડાઈ પડયો. દોરડાનો છેડો સૂંઠમાંથી પડી ગયો. આ જોઈને તરત જ કાચબાએ દોરડાનો છેડો પથ્થર પરથી છોડીને પોતાનાં મોમાં લઈ લીધો. પછી સરોવરની બહાર આવીને બોલ્યો,  કેમ હાથીભાઈ પડી ગયા ને ?
       હાથીએ કાંઈ જવાબ ન આપ્યો. તેને એક નાનો અમથો કાચબો હરાવી ગયો. તેથી હાથીને ખૂબ લાગી આવ્યું. પણ હવે તે શું કરે ? હાથી ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે કાચબાએ હિપોપોટેમસને જઈ પૂછયું, તમે અને આ હાથી એ બેમાંથી વધારે બળવાન કોણ ?
 
       પાણીમાં હું બળવાન અને જમીન પર મારો ભાઈબંધ હાથી વધારે બળવાન." હિપોપોટેમસે જવાબ દીધો. કાચબો મોટે મોટેથી હસવા લાંગ્યો. " હા...હા...હા...પછી બોલ્યો, તમારા ભાઈબંધ હાથીને તો મે ગઈ કાલે જ હરીફાઈમાં હરાવી દીધો છે.હિપોપોટેમસ કહે, કાચબાભાઈ, એને હરાવો એનાથી શું વળે ? મને હરાવો તો તમને ખરા માનું ! "
 
       કાચબો તરત બોલ્યો, કાલે સવારે મુકાબલા માટે તૈયાર રહેજો. "બીજે દિવસે કાચબો દોરડું લઈને હિપોપોટેમસ પાસે હાજર થઈ ગયો. તે હિપોપોટેમસને કહેતો લો, તમારા મોંમાં દોરડું અને મને સરોવરમાં ખેંચી જાવ જોઈએ. "
 
       હિપોપોટેમસ દોરડાનો એક છેડો લઈને સરોવરમાં ડુંબકી મારી ગયો. હિપોપોટેમસ જેવો સરોવરમાં ગયો કે તરત જ કાચબાએ દોરડાનો છેડો પોતાનાં મોમાંથી કાઢીને નાળિયેરના થડ સાથે બાંધી દિધો.
 
       હિપોપોટેમસ પૂરી તાકાતથી દોરડું ખેંચવા લાગ્યો. પણ તેનાથી દોરડું ખેંચાયું નહિ. થાકીને હિપોપોટેમસ પાણીની બહાર આવવા લાગ્યો. તેને જોઈને તરત જ કાચબો દોરડાનો છેડો પોતાના મોમાં લઈ લીધો.
 
       કાચબો તરત જ દોરડું ખેંચવાનો અભિનય કરવા લાગ્યો.હિપોપોટેમસે દોરડું ખેંચવા ખૂબ જોર કર્યું પણ સરોવરમાં કાચબાને ખેંચી શકયો નહી. આખરે તે ખૂબ થાકી ગયો. અંતે પોતાની હાર કબુલીને કાચબાને વિજેતા જાહેર કર્યો. આમ બુધ્ધિના જોરે કાચબો વિજેતા જાહેર થયો. બંન્ને એ તેને પોતાનો ભાઈબંધ બનાવ્યો.
 

Page 40 of 235

 
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ઉત્કંઠેશ્વર
 શામળાજી
 અધ્ધરદેવી
 આમથેર માતા મંદિર
 મહાકાળી માતાજી
Gazals - ગઝલો
 મરણની બાદ શું મળશે ?.....
 નડી આંખો.....
 વ્રજલાલ દવે
 ઓટલાના રૂપમાં.....
 માગ્યા વિના મળે.....
Poems - કવિતા
 હું તો તમને પ્રેમ કરું છું, કેટલી સરળ વાત.....
 આખરી તું દાવ જીતી જાય તો!.....
 સાત જનમનો થાક ને આઠ જનમની નીંદ.....
 આશા.....
 ભગવાનને ભરોસે અમે જીવીએ.....
Stories - વાતૉઓ
 મગરને માથાનો મળ્યો.
 અનોખી સજા
 સોનાની શૂળી
 સિંદબાદ અને તેની દરિયાઈ સફર
 ઉંદર સાત પૂંછડિયો
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ102)
 અખાના છપ્પા (ભાગ-71)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Daily Recipies - રોજની વાનગીઓ
 ખીર અને ગાજરની ખીર (4 વ્યકિત)
 તીખા સક્કરપારા
 ખસ્તા કચોરી
 વેજીટેબલ ઢોકળા
 બુંદી ગુલાબજાબું (6 થી 8 વ્યકિત )
Tavarikh - તવારીખ
 ઓગષ્ટ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 ડિસેમ્બર તવારીખ
 જાન્યુઆરી તવારીખ
 ઓગષ્ટ તવારીખ