જે દિન છે તે ધન્ય છે; સ્વર્ગનું રાજય તેનું છે. - ઇસુ ખ્રિસ્ત
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Stories - વાતૉઓ
   

Page 82 of 235

 
ચન્દ્રદેવનો દૂત
 

     એક મોટા જંગલમાં વિશાળ સરોવર હતું. તેના કિનારેની આસપાસ ઊગી નીકળેલા ઘાસમાં સસલાંઓ આખો દિવસ રમતાં કૂદતાં રહેતાં.

      રાત થતાં સસલાં આજુબાજુની પોત-પોતાની બનાવેલી બખોલમાં જઈ બેસતાં.એક દિવસ પાણીની શોધમાં હાથીઓનું એક ટોળું સરોવર પર આવી પહોંચ્યું.સરોવરનું પાણી જોતાં તરસ્યાં હાથીઓ રાજી થતાં દોડયા.
 
     ઘાસ ચરતાં સસલાંઓ ગભરાઈ ગયાં. તેઓમાં નાસભાગ મચી ગઈ.એક સસલું બોલ્યું, ભાગો ભાગો, હાથીઓનું મોટું ધસી આવ્યું છે. બધાં સલામત જગ્યાયે પહોંચી જઈએ.
 
     હાથી નો સૂંઢ હલાવતાં ઝાડની ડાળી ઓનો કચ્ચરઘાણ વાળતા સરોવર તરફ દોડતા હતા. ઘણાં સસલાં હાથીના પગ નીચે છૂંદાઈ ગયાં. ઘણાં કેળનાં પાંદડાં પર ચડી ગયાં.
 
     તે દિવસે સાંજે હાથીઓ પાછા વળ્યા. ડરી ગયેલાં બધાં સસલાંઓ ભેગાં થયાં. કોઈને ખબર પડતી ન હતી કે હાથીઓના પગ નીચે ચગદાઈ મરતાં કેમ બચવું ?
 
     બે- ત્રણ સસલાંઓ બોલ્યાં, આ તો હવે રોજનું થયું. હાથીઓએ સરોવર જોઈ લીધું છે. તેથી રોજ આ રસ્તેથી આપણને ચગદીને જવના.આખરે એક ઘરડા સસલાએ કહ્યું, હું તમને બધાને હાથીના પગ નીચે ચગદાઈ જવા નહિં દઉં.
 
    બધાં સસલાં ઝાંડીમાં જઈ ભરાયાં.બીજે દિવસે સૂરજ ઊગતાં જ ઘરડો સસલો હાથીઓના વડા ગજરાજ પાસે પહોંચ્યો. તેણે હાથ જોડી કહ્યું,ગજરાજ,મારા પ્રણામ સ્વીકારો. કોણ છે તું ? અહીં મારી પાસે કેમ આવ્યો છે. બોલ, જવાબ આપ. ગજરાજ રોફ જમાવતાં પૂછયું.
 
    હું ચંન્દ્રદેવનો દૂત છું. મને ચંન્દ્રદેવે મોકલ્યો છે. ગઈ કાલે આપ અને આપના સાથીઓએ ચન્દ્રદેવના સરોવરને ગંદું કરેલ છે. વળી ઘણાં નિર્દોષ સસલાંઓને પણ ચગદી નાખ્યાં છે. તેથી ચન્દ્રદેવ તમારા પર ખૂબ કોપાયમાન થયા છે.
 
    ગજરાજ સસલાની વાત સાંભળી ગભરાઈ ગયા ને બોલ્યા, તો અમારે શું કરવું ? આજે રાત્રે ચન્દ્રદેવ સરોવરમાં પધારશે.તમે ત્યારે આવી તેની માફી માગજો. ગજરાજ બોલ્યા,ભલે, તમારા કહેવા પ્રમાણે સાંજ પડતા હું ચન્દ્રદેવની માફી માંગવા હાજર થઈ જઈશ.
 
    સાંજ થતાં હાથીઓ સરોવર- કિનારે ભેગા થયા. શાણો સસલો તેમની રાહ જોતો જ ઊભો હતો. પૂનમની રાત્રે સરોવરનાં શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. ઘરડા સસલાએ કહ્યું, ગજરાજ જુઓ ચન્દ્રદેવ આજે તમને શિક્ષા કરવાના છે. તમે તેની માફી માગી લો.
 
   સસલાના કહેવાથી ગજરાજે ચન્દ્રદેવનાં ચરણસ્પર્શ કરવા જેવી સૂંઢ નમાવી કે પાણી હાલતાં ચંદ્રબિંબ ધૂરજવા લાગ્યું. સસલો તરત બોલ્યો,જુઓ ચન્દ્રદેવ તમારા પર ગુસ્સાથી ધ્રુજી રહ્યા છે ! માટે ફરીથી માફી માંગો.
 
    ગભરાઈ ગયેલા ગજરાજ કહે, હે ચન્દ્રદેવ,અમે ફરી કદાપિ આ સરોવર તરફ નહિ આવીએ. અમને માફ કરો. થોડી વારમાં પાણી સ્થિર થતાં ચન્દ્રનું પ્રતિબિંબ પણ સ્થિર થયું.
 
     ઘરડો સસલો કહે, ગજરાજ, બોલ પાળજો, ચંદ્રદેવ શાંત થાય છે ને તમને માફ કરી દીધા છે.ગજરાજે વિદાય લીધી. સસલાઓ નાચવા ને કૂદવા લાગ્યા. કોઈ તો વળી લપસિયા ખાવા લાગ્યા ને હીંચકવા લાગ્યા.
 
 

Page 82 of 235

 
Daily Recipies - રોજની વાનગીઓ
 બાલુશાહી
 તીખી સેવ
 ફૂલવડી
 અનારસા (મહારાષ્ટ્રિયન વાનગી)
 સુખડી ( 3 થી 4 વ્યકિત )
Stories - વાતૉઓ
 અરીસામાં ગેંડો
 લીલો ઘોડો
 ત્રણ ટોપી
 પંડિતજીની શિખામણ
 દેડકીરાણી
Tavarikh - તવારીખ
 માર્ચ તવારીખ
 માર્ચ તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 મે તવારીખ
 ફેબ્રુઆરી તવારીખ
Poems - કવિતા
 જે થવું હોય તે થાય !.....
 સાવ સમીપે તારી છું.....
 છાપાં નથી વાંચવાં મારે.....
  જીવવાની આ રીત નથી.....
 કેવળ જીવવું છે સહવાસે.....
Historic Places - ઐતિહાસિક સ્થળો
 માતૃગયા તિર્થસ્થાન - સિધ્ધપુર
 ભદ્રેશ્વર
 શ્રી માધવરાયનું મંદિર
 શ્રી ઓમકારનાથજીનું મંદિર
 ગઢડાનું મંદિર
Gazals - ગઝલો
 કાગળ ને કલમ નીકળે.....
 ધીરેન્દ્ર મહેતા
 ઈજન ધોરાજવી
 સરસ તમને.....
 યોગેશ વૈધ
Kehvato - કહેવતો
 અખાના છપ્પા (ભાગ-109)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અખાના છપ્પા (ભાગ-70)
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો