| |
| અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો |
| |
| બરડો થાબડવો | હિંમત આપવી, ઉત્તેજન આપવું | | બરડો ભારે થવો | માર મારી બરડો હલકો કરવાની જરૂર પડવી | | બલા જવી કે ટળવી | આફત કે પીડે દૂર થવી, આફતરૂપ માણસ દૂર થવું | | બલા લેવી-વહોરવી | આફત માથે લેવી, કોઇની પીડા પોતે વહોરી લેવી, ઓવારણાં લેવાં, પંચાતનું કામ હાથ ધરવું | | બલા વળગવી | અણગમતી વ્યક્તિનો સંગ થવો, નઠારી સ્ત્રી સાથે પનારું પડવું | | બલારત જાણે | કશું ન જાણવું | | બલૈયા પહેરવાં | નાતરુ કરવું, નિર્બળતા બતાવવી, નામર્દ બનવું | | બળતામાં ઘી હોમવું | ઉગ્ર લાગણી કે જુસ્સાને વધારવાની તજવીજ કરવી | | બસ કરવું | પૂરું કરવું, બંધ કરવું, સંતોષ પામવો | | બંબે બંબ ઠોકવું | ગપ ચલાવવી, અંધેર ચલાવવું | |
|
|