| જીભમાં ગોળ હોવો | બોલવામાં મીઠાશ હોવી |
| જીભે ચઢવું | અતિ પરિચયને લીધે પરિચયની વસ્તુ કે વાતનું ભૂલથી બોલાઇ જવું |
| જીવ અદ્ધર રહેવો | જીવ ઊંચો રહેવો, આતુર હોવું |
| જીવ આપવો-કાઢવો | દુઃખ કે જુલમથી આપઘાત કરવા તત્પર થવું |
| જીવ ઊડી જવો | કંઇ સૂઝ ન પડવી, બેહોશ થઇ જવું |
| જીવ ઊંચો થવો | ચિંતાતુર બનવું, ધ્યાન જતું રહેવું |
| જીવ કપાઇ જવો | જીવ જવા જેવી અત્યંત દિલગીરી થવી |
| જીવ થવો | ઇચ્છા થવી |
| જીવ પડીકે બાંધવો | એકાએક તાલાવેલી થવી, જીવ તલપાપડ થવો |
| જીવ બગડવો | ખરાબ દાનત કરવી, જરા માટે કંજૂસાઇ કરવી |