અમે સહિષ્ણુતામાં તો માનીએ જ છીએ, પણ અમે બધા ધર્મોને સાચા માનીએ છીએ. બધા ધર્મો જે એક અને અદ્વિતીય ઇશ્ર્વર તરફ લઇ જાય છે તે સૌનો સમાન ઇશ્ર્વર છે. - સ્વામી વિવેકાનંદ
Tuesday, September 07, 2010
User Name : Password : No Account Yet? Register Now | Forgot Password?
ઝાડગ્રામ ટ્રેન અકસ્માત, મૃતક સંખ્યા 100 ~~~ તેલંગાના બંધનું એલાન ~~~ સમાજમાં ભાગલા પાડશે જાતીય જનગણના ~~~ લાહોર હુમલા પાછળ ભારતનો હાથ- પાક ~~~ લાહોરમાં બે મસ્જિદો પર હુમલો, 80ના મોત ~~~ સીબીએસઈનું ધો.૧૦નું ૮૯ ટકા પરિણામ આવ્યું ~~~ મ્યુ. જીપમાં મફતમાં કેરી લઈ જતો એસ્ટેટનો સ્ટાફ પકડાયો ~~~ શેરની ટીપ બારોબાર આપી કર્મચારીએ રોકડી કરી લીધી ~~~ ચેમ્બર પ્રમુખપદે જીતુ દેસાઈ ઉપપ્રમુખ તરીકે રાજૂ પોબારૃ ~~~ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ખાંડ અને તેલનો જથ્થો સીઝ ~~~ બારબરા પણ તંત્ર-મંત્ર અપનાવી રહી છે ~~~ રણબીર સાથે મારો કોઈ ઝગડો નથી થયો - સોનમ કપૂર ~~~ 3 ઈડિયટ્સને આઈફામાં 14 નોમિનેશન ~~~ નિવૃત્તિ પાછી કદી પણ નહીં લઉ : યૂસુફ ~~~ ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર ~~~ ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં ~~~
Select :  
Search :  
 Literature - સાહિત્ય >> Kehvato - કહેવતો
   

Page 459 of 518

 
અખાના છપ્પા (ભાગ-51)
 

 

(ભાગ-51)
 
 
(151)
પંડિત ડાહ્યા વિચારો સાત, પણ સાત વાતની એક જ વાતઃ
જે ધટ હરિ વસનારા થાય ત્યાંહાં સાધન કમૅ ન જુએ કાંય.
અખા સાધન બીજાં જે બહું, કાળકમૅકર સોંપ્યાં સહુ.
 
          ડાહ્યા પંડિતો પરમાત્મા વિશે ભલે ગમે તેટલા વિચારો કરે પણ સાત વાતની એક વાતની એક વાત એ છે કે હરિ જેના હદયમાં વસવાની ઇચ્છા કરે છે તેના છે તેના છે તેના છે તેનાં સાધન કે ક્રિયાને એ લેશ પણ મહત્ત્વ આપતા નથી. હરિની કૃપા મેળવવા માટે આત્મજ્ઞાન સિવાયનાં જે સાધન છે તે બધાં કાળ અને કમૅને અધીન (સ્થૂલ અને નાશવંત ) છે.
 
(152)
ભણ્યેગણ્યે હરિ નાવે હાથ, દાન તપસ્યા કાળને સાથ;
વ્યાકરણ વેદ સમાધિ અસંગ, જોતાં સવૅ માયાનાં અંગ.
અખા અણલિંગી-પદ અનુપ, જયાંહાં ધ્યે’- ધ્યાતાનું ન રહે રૂપ.
 
           વિદ્રત્તાથી હરિની પ્રાપ્તિ થતી નથી. દાન અને તપશ્ર્ચર્યા કાળને અધીન (એવાં લક્ષ્મી અને શરીરબળને અધીન ) છે. વેદાભ્યાસ, વ્યાકરણજ્ઞાન,યોગસમાધિ અને એકાંતવાસ એ બધાં માયાનાં જ અંગ છે. અનુપમ બ્રહ્મપદમાં ધ્યેય અને ધ્યાતાનો ભેદ રહેતો જ નથી.
 
 
(153)
પૂવૅજન્મ-કમૅ અનુસાર ઉત્તમ મધ્યમ ભોગ સંસાર ;
જેણે હું મમતા સત્ય માન્યો દેહ, ત્રિવધિ કમૅ કળપે છે તેહ ;
પ્રાપ્યે અખા જયાંહાં દ્રૈત-અભાવ,ત્યાંહાં પૂવૅજન્મનો શો ઠેહરાવ ?
 
           એમ માનવામાં આવે છે કે પૂવૅજન્મનાં કમૅ અનુસાર સંસારમાં ઉત્તમ કે મધ્યમ ભોગ ભોગવવાના થાય છે. પરંતુ અહંતા અને મમતાવાળો દેહ સાચો માન્યો છે તેઓ સંચિંત, પ્રારબ્ધ અને ક્રિયામણ એ ત્રણ પ્રકારનાં કમૅનાં ફળરૂપે દુઃખ ભોગવે છે (કળપે પાઠ) અથવા એ ત્રણ પ્રકારનાં કમૅ કલ્પે છે (કલ્પે પાઠ) પણ/વળી મૂળમાં જયાં દ્રૈતનો જ અભાવ છે (આત્મા પરમાત્માથી જુદો નથી) ત્યાં પૂવૅજન્મનો સિદ્રાંત કેવી રીતે ટકી શકે ?

Page 459 of 518

 
Tavarikh - તવારીખ
 ઑકટોમ્બર તવારીખ
 જુલાઇ તવારીખ
 જુન તવારીખ
 નવેમ્બર તવારીખ
 માર્ચ તવારીખ
Kehvato - કહેવતો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
 અલગ અલગ કહેવતો અને રૂઢીપ્રયોગો
Stories - વાતૉઓ
 છતી આંખે આંધળા
 મફતનું ખાવું અને મંદિરમાં સૂવું
 ચમકચૂંનો પ્રવાસ
 લક્ષ્મીદેવીની કૃપાઃ-
 લુચ્ચો કરોળિયો
Daily Recipies - રોજની વાનગીઓ
 શિંગોડાની પુરી
 સાદી બાસૂદી (2 વ્યકિત)
 શીરો (૪ વ્યકિત)
 ચોખાની ચકરી
 ખજૂર - કોકોનટ બોલ્સ
Poems - કવિતા
 આશા.....
 હાશ ! એક દિવસ તો અહીંથી જઇશ.....
 કાળને નથી કોઈની પરવા.....
 પૃથ્વી મારું પાથરણું .....
 ગોકુળની ધૂળ પણ એવી વ્યાકુળ......
Historic Places - ઐતિહાસિક સ્થળો
 ભદ્રેશ્વર
 શ્રી વેણીનાથ મહાદેવ
 ઉદવાડ
 તારંગા
 માતૃગયા તિર્થસ્થાન - સિધ્ધપુર
Gazals - ગઝલો
 આશાના મિનારાઓ.....
 શૈલેન રાવલ
 અરવિંદ ભટ્ટ
 મધુકર રાંદેરિયા
 સુરેશચંદ્ર પંડિત