| બે ઘોડે ચડાય નહિ | બેઉ લાભ એકી સાથે ન લેવાય |
| બે પાંદડે થવું | સુખી થવું |
| બે બાવીસની ગરજ સારે | બે જ ભાઇઓ કે મિત્ર હોય પણ જો સંપ હોય તો તેઓ બાવીસ માણસની ગરજ સારે છે |
| બે હાથ વગર તાલી ન પડે | બંનેના વાંક વિના ઝઘડો ન થાય |
| બે હાથે લાડવો ન ખવાય | બન્ને પક્ષમાંથી ફાયદો ન મેળવી શકાય |
| બેઠાની ડાળ શા માટે કાપવી ? | પોતાનું અહિત થાય તેવું કામ કરવું ન જોઇએ |
| બેઠું ખાય તે એઠું ખાય | જે પરાવલંબી છે તે સ્વમાની જીવન જીવી શકતું નથી |
| બેઠેલો પોપડો ન ઉખેડવો ને સૂતેલો ઝઘડો ન જગાડવો | ભૂતકાળની વાત યાદ કરીને દુઃખી ન થવું |
| બેની લડાઇમાં ત્રીજો ફાવે | બે માણસના ઝઘડામાં ત્રીજાને લાભ મળે |
| બેસતો રાજા, આવતો મેહ, ને આવતી વહુ, વગર વિચારે વાહવાહ કરે સૌ | અનુભવ થયા વિના પણ આ ત્રણની પ્રશંસા કરાય |